તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનવજ્યોત:ધો.11 માં પ્રથમ આવેલો એમપીનો ગુમ યુવાન બાર વર્ષે ઘરે પહોંચ્યો

ભુજ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેટલાક લોકોએ કહ્યું હવે યુવાનની શોધખોળ ન કરો પણ પરિવાર હિંમત ન હાર્યો

મધ્યપ્રદેશમાં 12 વર્ષ અગાઉ ગુમ થયેલો અેક યુવાન ભુજ અાવી ગયા બાદ અાખરે સંસ્થા અને પોલીસની મહેનતથી પોતાના વતન પહોંચ્યો હતો. મધ્યપ્રદેશના શીવપુરી જિલ્લાનાં ભદરવાસ તાલુકાનાં રેજાઘાટ ગામનો યુવાન જગદીશ યાદવ ઉ.વ. 22 અચાનક ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. અા યુવાન ટ્રેન કે વાહન મારફતે તે અચાનક ભુજ પહોંચ્યો હતો અને પગે ચાલી ભુજોડી ગામપાસેનાં ગેટ પાસે પહોંચ્યો હતો.

તે દુકાનદાર અબ્દુલા જારૂ દોઢ મહિનાં સુધી તેની સેવા કરી તેને ચા ભોજન આપતા. વર્ધમાનનગરનાં હિતેન્દ્ર સંઘવી રાજચંદ્રે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં સિનીયર પેરાલીગલ વોલીટીયર પ્રબોધ મુનવરને જાણ કરી હતી. માનવજ્યોતનાં સામાજિક કાર્યકર બાબુલાલ નારણ જેપાલે પોલીસની મદદ લઇ મધ્યપ્રદેશમાં તેનું ઘર અને પરિવારજનોને શોધી કાઢ્યા. પરિવારને જાણ થતાં જ પરિવારજનોએ ખૂબ જ ખુશી મનાવી અને તેના ભાઈ તથા ભત્રીજા ભુજ આવી શ્રી રામદેવ સેવાશ્રમપાલારા સ્થળે પહોંચ્યા.

12 વર્ષ પછી પોતાનાં પરિવારજનોને મળી ભેટી પડ્યા. પરિવારજનોનાં જણાવ્યા મુજબ જગદીશ ધોરણ-11 માં 1100 વિદ્યાર્થીઓમાંથી પ્રથમનંબરે આવેલો. હિન્દી, અંગ્રેજી સારી રીતે લખી-વાંચે છે. ખેતીવાડીનો ધંધો પણ સારી રીતે સંભાળતો. આજે તે 34 વર્ષનો થઇ ચૂકયો છે. પરિવારે માનવજ્યોતનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...