બદઈરાદે માલિકની હત્યા:કચ્છના ગઢશીશામાં ગૂમ થયેલા ટ્રાન્સપોર્ટરની છતીસગઢમાં તેના જ ડ્રાઇવરે હત્યા કરી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક યુવક હતભાગી અકરમની ફાઈલ તસવીર - Divya Bhaskar
મૃતક યુવક હતભાગી અકરમની ફાઈલ તસવીર
  • 9મીથી ફોન બંધ, પણ ટ્રકમાં ફાસ્ટેગ હોવાથી વિવિધ રાજયોના મેસેજ પહોંચ્યા
  • ડ્રાઇવરે ઓરિસ્સાના જંગલમાં લાશ ફેંકી દઇ પશ્ચિમ બંગાળ પહોંચ્યો, જયાંથી ધરપકડ કરાઇ

છતીસગઢ રાજયના બિલાસપુર જિલ્લાના ચકરભાથા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુજરાતના કચ્છ જિલ્લાના ગઢશીશા ગામના ટ્રાન્સપોર્ટર યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો છે. ટ્રાન્સપોર્ટર ડ્રાઇવર સાથે ગાડી ખાલી કરવા માટે બિલાસપુર ગયો હતો ત્યારે અચાનક 9મી એપ્રિલથી ફોન બંધ આવ્યો હતો અને ટ્રક અન્ય રાજયમાં પહોંચી હોવાના મેસેજ ફાસ્ટટેગ મારફતે પહોંચતા હતભાગીના પિતાને શંકા ગઇ હતી. ડ્રાઇવરે જ અપહરણ અને લૂંટના ઇરાદે હત્યા કરી ઓરિસ્સાના જંગલમાં મૃતદેહ ફેંકી દઇ પશ્ચિમ બંગાળ પહોંચ્યો હોવાની વિગત સામે આવી હતી.

ફોન બંધ હોવાથી પિતાને કંઇક અજુગતુ લાગ્યું
માંડવી તાલુકાના ગઢશીશા ગામે રહેતા અબ્દુલરજાક રાયમાનો પુત્ર અકરમ છેલ્લા એક સપ્તાહથી છતીસગઢ જિલ્લાના બિલાપુર મધ્યેથી પોતાની ટ્રક સાથે ગુમ થયો હતો. ટ્રાન્સપોર્ટરના પિતા બિલાસપુરના સિરગીટ્ટી સ્થિત કામ રાખ્યો છે જેથી તેનો પુત્ર ટ્રક અને ડ્રાઇવરને લઇને માલ ખાલી કરવા માટે પહોંચ્યો હતો. 8મી એપ્રિલે બિલાસપુર પહોંચતા બીજા દિવસે ભાટાપરા જવાનું પિતાએ કહ્યું હતું. 9મી તારીખે પિતાએ ફોન કરતા ફોન બંધ હતો જેથી તેને કંઇક અજુગતુ થયું હોવાની શંકા ગઇ હતી જેથી 10મી તારીખે પિતા બિલાસપુર પહોંચી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ દર્જ કરાવી હતી.

ટ્રકના ફાસ્ટટેગના અલગ અલગ રાજયના મેસેજ આવ્યા
ટ્રકમાં ફાસ્ટટેગ લાગેલુ હતું જેના મેસેજ હતભાગીના પિતા અબ્દુલરજાકના મોબાઇલ પર આવતા હતા. એક તરફ પુત્ર ટ્રક સાથે ગુમ થયો હોવાની ભનક આવી જયારે બીજી તરફ ટ્રક અન્ય રાજયના ટોલગેટ પરથી પસાર થઇ હોવાના ફાસ્ટટેગ પર મેસેજ મળ્યા હતા. આમ પુત્રનું અપહરણ કરી અન્ય રાજયમાં લઇ જવાયાની શંકા થઇ હતી.

ડ્રાઇવરે જ હત્યા કરી મૃતદેહ ફેંકી દીધો
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ટ્રાન્સપોર્ટર અબ્દુલ રઝાકની ટ્રક ભાટાપારાથી રાયગઢ અને ઓરિસ્સા થઈને પશ્ચિમ બંગાળ પહોંચી હતી. આ પછી પોલીસની અલગ-અલગ ટીમોએ લોકેશનના આધારે શોધખોળ કરી અને પશ્ચિમ બંગાળ પોલીસનો સંપર્ક કર્યો. પશ્ચિમ બંગાળ પોલીસની મદદથી બંગાળની માલદા પોલીસે બુધવારે ટ્રક ડ્રાઇવર રાયપુરના રહેવાસી સુરજીત સિંહને પકડી લીધો હતો.

પોલીસે મૃતદેહને કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી
પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું કે તેણે અકરમની હત્યા કરી મૃતદેહને ઓરિસ્સાના રાઉરકેલા અને ઝારસુગુડા વચ્ચેના જંગલમાં ફેંકી દીધો હતો. આ પછી બિલાસપુર પોલીસે ઓડિશા પોલીસનો સંપર્ક કર્યો અને મૃતદેહને કબજે કર્યો. અહીં બિલાસપુર પોલીસ આરોપી ડ્રાઈવરને લાવવા રવાના થઈ ગઈ છે. પોલીસે જણાવ્યું કે આરોપી ટ્રક ડ્રાઈવરે ટ્રાન્સપોર્ટરની લૂંટના ઈરાદે હત્યા કરી હતી. નોંધનીય છે કે, એક મહિના પહેલા સુરજીત સિંહને નોકરી પર રાખ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...