તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોલ્ડ વેવની શક્યતા:લઘુત્તમ પારો 4 ડિગ્રી ગગડ્યો , નલિયામાં બે દિવસ ઠંડી વધશે

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
શિતલહેરથી ઠરઠરતાં ગલુડીયાએ એકબીજાની જોડાજોડ રહી હુંફ મેળવી હતી. - Divya Bhaskar
શિતલહેરથી ઠરઠરતાં ગલુડીયાએ એકબીજાની જોડાજોડ રહી હુંફ મેળવી હતી.
 • આગામી સપ્તાહે નલિયા 6થી 7, ભુજ 12થી 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહેશે
 • અબડા અડભંગની ભૂમિ પર સોમ, મંગળના અમુક સ્થળે કોલ્ડ વેવની શક્યતા

એક જ દિવસ પારો ઉંચકાયા બાદ ફરી ડિગ્રી નીચે ગગડતાં નલિયા 8 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ઠંડુંગાર રહ્યું હતું અને હજુ સોમ અને મંગળવારના અબડાસાના અમુક સ્થળે કોલ્ડ વેવની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે.

શનિવારે 4 ડિગ્રી લઘુત્તમ પારો ઉંચકાયા બાદ રવિવારે ફરી 4 ડિગ્રી નીચે સરકતાં કચ્છમાં મારકણો ઠાર યથાવત રહ્યો છે. રવિવારે રાજ્યના શીત નગર એવા અબડા અડભંગની ભૂમિ નલિયા 8 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યુનં સૌથી ઠંડું મથક રહ્યું હતું. જો કે, કચ્છમાં રાત્રે પવન શાંત થઇ જતાં દિવસે પવન વેગે વધુ ઠંડી અનુભવાય છે. હવામાન વિભાગે અબડાસાના અમુક સ્થળે તા.28 અને 29 ડિસેમ્બરના એટલે કે, બે દિવસ માટે કોલ્ડ વેવની શક્યતા દર્શાવી દર્શાવી છે. રવિવારે જિલ્લાના ચાર મથકોએ મહત્તમ તાપમાન 24.7 ડિગ્રીથી 26.6 ડિગ્રી રહ્યો હતો.

આ અંગે હવામાન વિભાગના રાકેશકુમારે જણાવ્યું હતું કે, કચ્છમાં સપ્તાહ સુધી નલિયામાં લઘુત્તમ 6થી 7 ડિગ્રી અને મહત્તમ 26થી 27 ડિગ્રી તાપમાન રહેશે. જયારે જિલ્લા મથક ભુજમાં લઘુત્તમ 12થી 13 ડિગ્રી અને મહત્તમ 26થી 27 ડિગ્રી તાપમાન રહેશે. ઉત્તર-પૂર્વ દિશામાંથી 10થી 15 કિ.મી. પ્રતિ કલાકની ગતિએ પવન જારી રહેશે. હવામાન વિભાગના વર્તારા મુજબ સપ્તાહ દરમ્યાન કચ્છમાં ડંખીલો ઠાર યથાવત રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો