ક્રાઇમ:દાદુપીર પાસે પોલીસને બાતમી આપવા મુદ્દે આધેડ પર કુહાડીથી હુમલો કરાયો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માધાપરમાં મકાનના કબજા માટે જેઠ દિયરે વિધવા ભાભીને માર માર્યો

ભુજના દાદુપીર રોડ પર પોલીસને બાતમી આપવા મુદે આધેડ પર કુહાડીનો ઘા મારી જખ્મી કરાયો હતો. જ્યારે માધાપરમાં વિધવાને મકાન ખાલી કરાવવા જેડ દિયર સહિત ચાર જણાઓએ વાડ પકડીને માર માર્યો પોલીસે આરોપીઓ વિરૂધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ભુજના દાદુપીર રોડ પર રહેતા 60 વર્ષીય મામદ સિધીક લાખાએ બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી સુલેમાન ઉમર મેમણ નામના શખ્સ વિરૂધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે બનાવ ગુરૂવારે સાંજે બન્યો હતો. ફરિયાદી પોતાના ઘર પાસે બેઠો હતો ત્યારે આરોપી સુલેમાને ફરિયાદીને કહ્યું હતું કે, તારો દિકરો તોફીક પોલીસને કેમ ખોટી માહિતી આપે છે તે કહીને ફરિયાદીના હાથ પર કુહાડીનો ઘા મારી ઇજા પહોંચાડી હતી. પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે. તો, માધાપર નવાવાસ હરશીલ સોસાયટીમાં રહતા મધુકુમારી રાજેભાઇ રંગનાથ (ઉ.વ. 35) નામના વિધવા મહિલાએ માધાપર પોલીસ મથકે તેમના જેઠ વિનયકુમાર રંગનાથ મિશ્રા અને દઇયર રાકેશકુમાર રંગનાથ મિશ્રા ફરિયાદી મહિલાના ઘરે આવ્યા હતા.

જણાવ્યું હતું કે, આ મકાનમાં તારા પતિ રાજેશને અમોએ રૂપિયા 1 લાખ 25 હજાર આપ્યા છે. અને તે પરત આપ નહીં તો, મકાન ખાલી કરી દે ત્યારે ફરિયાદી મહિલાએ રૂપિયા આપ્યા હોવાનો આધારપુરાવો માંગતાં આરોપી વિનયકુમાર અને રાકેશકુમાર તેમજ વિષ્ણુદેવી રંગનાથ તથા રંગનાથ યમુના મિશ્રા સહિત ચાર જણાઓએ ગાળા ગાળી કરી હતી. તેમજ ફરિયાદીના પુત્રની હાજરીમાં જેઠ અને ઇયરે વાળ પકડી માર માર્યો હતો. માધાપર પોલીસે આરોપીઓ વિરૂધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...