તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વૃક્ષારોપણ:માધાપરમાં 80 હજારથી વધુ વૃક્ષો વાવીને પર્યાવરણ જાગૃતિનો સંદેશ અપાયો

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચ્છમાં જિલ્લા કક્ષાના વૃક્ષારોપણ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી

જિલ્લા મથક ભૂજ નજીકના માધાપર ગામ ખાતે કચ્છના જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એમ.એસ.વી. હાઈસ્કુલમાં ધારાસભ્ય ડો.નિમાબેન આચાર્ય, જિલ્લા પચાયત પ્રમુખ પારૂલબેન કારાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી વિવિધ શાળાઓમાં આ પ્રકારે 80 હજારથી વધુ વૃક્ષનું રોપણ કરવામાં આવ્યું છે.

વૃક્ષારોપણ કાર્યક્રમ પ્રસંગે જિલ્લાની પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં એક સાથે અંદાજીત એંસી હજાર કરતાં પણ વધુ વૃક્ષો વાવીને પર્યાવરણ જાગૃતિનો સંદેશ અપાયો હોવાનું જિલ્લા શિક્ષણાધિકારી ડૉ.બી.એન.પ્રજાપતિ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.પી.પ્રજાપતિએ જણાવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમની રૂપરેખા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના બીટ નિરીક્ષક બી.આર.વકીલ અને જી.જી.નાકરે તૈયાર કરી હતી જયારે આયોજન વ્યવસ્થા એમ.એસ.વી.હાઈસ્કુલના આચાર્ય મહેશભાઈ ઝાલા અને તેમની ટીમ દ્વારા ગોઠવવામાં આવી હતી.

કાર્યક્રમમાં અધિક જિલ્લા કલેકટર કુલદીપસિંહ ઝાલા, જિલ્લા શિક્ષણાધિકારી ડૉ.બી.એન.પ્રજાપતિ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.પી.પ્રજાપતિ, આર.એફ.ઓ. દેસાઈ, એમ.એસ.વી,હાઈસ્કુલના ટ્રસ્ટી મંડળના મંત્રી અરજણભાઈ ભુડીયા, વગેરે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...