તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસ બેધ્યાન:નખત્રાણામાં કાર ચાલકને હેલ્મેટ ન પહેર્યાનું કારણ આપતો મેમો ફટકારવામાં આવ્યો

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાર વ્યક્તિ નખત્રાણાથી ભુજ આવતા નીરોણાં પોલીસે મેમો આપ્યો

હાલની પરિસ્થિતિ અંગે રાજ્યમાં ઠેર ઠેર પોલીસ કોરોના ગાઈડલાઈનનું સખ્તપણે પાલન કરાવવા માર્ગ પર દેખાતી હોય છે. સરકારના આદેશ અનુસાર હવે માત્ર માસ્ક વગરના વાહનચાલકો પાસેથી દંડ વસુલ કરી શકે છે. ત્યારે કચ્છના નખત્રાણા તાલુકામાં એક પોલીસ જમાદાર દ્વારા કાર ચાલકને હેલમેટ ન પહેર્યાનું કારણ દર્શાવી મેમો ફટકાર્યની રમુજી ઘટના સામે આવી છે.

મોટર વ્હિકલ એકટના ભંગ બદલ મેમો આપવામાં આવ્યો

ભુજ તાલુકાના સુમરસર ખાતે રહેતા કેતનભાઈ કાપડી મોબાઈલ કેબલના જોઈન્ટ લગાડવાનું શ્રમ કાર્ય કરે છે. જેઓ નખત્રાણા નજીક પોતાના રોજીંદા કાર્યથી પરવારી મલિક અને અન્ય બે સાથી જોડે ભૂજ આવી રહ્યા હતા. ત્યારે ગત 20/4ના સાંજે અંદાજિત 6 વાગ્યે તેઓ નિરોના ગામના ભૂખી ડેમ પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે માર્ગ પર બે પોલીસ જમાદાર દ્વારા રોકવામાં આવ્યા હતા. તેમની પાસે રહેલી અલ્ટો કાર જી.જે.12.એકે 1532ના દસ્તાવેજ ચેક કર્યા બાદ સીટ બેલ્ટ બાંધ્યા વગરનાં કાર ચાલક કેતનભાઈને મોટર વ્હિકલ એકટના ભંગ બદલ મેમો આપવામાં આવ્યો હતો.

દંડની રકમ ભરી આવવા પોલીસ કર્મી દ્વારા જણાવાયું

આ મેમો ભુજની આરટીઓ કચેરી ખાતે જમા કરાવી થતી દંડની રકમ ભરી આવવા પોલીસ કર્મી દ્વારા જણાવાયું હતું. પરંતુ ત્યાંથી નીકળી ગયા બાદ મેમો પર ધ્યાન જતા તેમાં હેલ્મેટ ન પહેર્યું હોવાનું કારણ આપવામાં આવ્યું હતું. જેની જાણ સાથેના અન્ય ત્રણ વ્યક્તિઓને કરતા સર્વેમાં આશ્ચર્ય સાથે રમૂજ ફેલાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...