તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નગરસેવકોની નવી પહેલ:શાસક પક્ષના સદસ્યો ડિપોઝિટની પરત રકમ સુધરાઈને આપશે

ભુજ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નગરપતિ વોટર અને ડ્રેનેજ બ્રાન્ચને સાધનો વસાવી આપશે
  • ભાજપના જીતેલા 36 નગરસેવકોની નવી પહેલ

ભુજ નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના જીતેલા 36 સ્ત્રી પુરુષ સદસ્યોને ડિપોઝિટિની રકમ પરત મળવાપાત્ર છે, જેમાંથી વોટર અને ડ્રેનેજ બ્રાન્ચને ઉપયોગી સાધનો વસાવી અાપવા નિર્ણય લેવાયો છે. અેવું નગરપતિ ઘનશ્યામ અાર. ઠક્કરે જણાવ્યું હતું.

ભુજ શહેરના પ્રથમ નાગરિક ઘનશ્યામ ઠક્કરે વધુમાં જણાવ્યું હતું કે, નગરપાલિકાની ચૂંટણીમાં પુરુષ ઉમેદવારે 2 હજાર અને સ્ત્રી ઉમેદવારે 1 હજાર રૂપિયા ડિપોઝિટની રકમ પેટે ભરવાના હોય છે. કેટલાક ઉમેદવારોઅે ડમી ઉમેદવારો પણ ઊભાડ્યા હોય છે. અેમણે પણ ડિપોઝિટની રકમ ભરી હોય છે. ભુજ નગરપાલિકાની 44 સદસ્યોની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીઅે 36 બેઠકો મેળવી છે. અામ, કુલ 60થી 70 હજાર રૂપિયા જેટલી રકમ પરત મળવાપાત્ર થશે. જે રકમ મેળવવા નગરસેવક સાત્વિક ગઢવીને જવાબદારી સોંપાઈ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ચૂંટાયેલા ઉમેદવારો ડિપોઝિટની રકમ પરત મેળવવા જતા નથી. પરંતુ, તમામ નગરસેવકો અેક સાથે રકમ મેળવી ભુજ નગરપાલિકાન વોટર સપ્લાય અને ડ્રેનેજ બ્રાન્ચને ઉપયોગી સાધન વસાવી અાપવાની પહેલ કરશે.

અન્ય સમાચારો પણ છે...