તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરનામું:ડ્રોનથી શુટિંગ ન કરાવાના જાહેરનામાની કડક અમલવારી કરવા મિટીંગ બોલાવાઈ

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જમ્મુ-કાશ્મીર ખાતે ડ્રોન હુમલો થયો તેવા બનાવો ન બને તે માટે 19/8 સુધીનું જાહેરનામું

જમ્મુ-કાશ્મીર ખાતે ડ્રોન હુમલો થયેલ તેવા બનાવો ન બને તે માટે તમામ તકેદારી રાખવા અને કલેકટરના ડ્રોન કેમેરાથી શુટીંગ કરવા અંગેના જાહેરનામાની સમજ કરવા માટે પશ્ચિમ કચ્છ પોલીસ તરફથી ભુજમાં ડ્રોનથી શુટિંગ કરતા સંચાલકો અને સભ્યો સાથે મીટિંગ બોલાવી હતી.

પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જના માર્ગદર્શન તથા ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક મયુર પાટીલની સુચના અને માર્ગદર્શન હેઠળ બુધવારના પોલીસ હેડ કવાટર્સ તાલીમ ભવન ભુજ ખાતે ભુજ શહેરમાં રહેતા ડ્રોન (કેમેરા) સંચાલકોને કલેકટરના ડ્રોન કેમેરાથી શુટીંગ કરવા અંગેના જાહેરનામાની સમજ કરવા માટે મિટીંગ બોલાવી હતી. જેમાં પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ તથા સેન્ટ્રલ આઇ.બી. કચ્છના ઈન્ચાર્જ અધિકારી સોલંકી દ્વારા ભુજ શહેરના ડ્રોન કેમેરા સંચાલકોને કલેકટર કચ્છ ભુજના ડ્રોન કેમેરાથી શુટીંગ કરવા અંગેના જાહેરનામા અંગે સમજ કરવામાં આવી હતી.

આ જાહેરનામાં મુજબ તા.૨૧/૦૬/૨૦૨૧ થી તા.૧૯/૦૮/૨૦૨૧ સુધી કચ્છ જિલ્લાના વિસ્તારમાં રીમોટ કન્ટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન, કવાડ કોપ્ટર, પાવર્ડ એરફ્રાફ્ટ , તેમજ માનવ સંચાલીત માઈક્રો લાઈટ એરક્રાફ્ટ હેંગ ગ્લાઈડર/પેરાગ્લાઇડર, પેરા મોટર તેમજ હોટ એર બલુન્સ તથા પેરા જમ્પીંગ ચલાવવાની મનાઈ હોવાથી જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યું હતું.

વધુમાં ડ્રોન કેમેરાથી શુટીંગ કરવા માટે પોલીસ અધિક્ષકની પરમીશન લેવી તેમજ પશ્ચિમ કચ્છ જીલ્લામાં આવતા નોટીફાઇડ એરીયામાં ડ્રોન કેમેરા દ્વારા શુટીંગ નહી કરવા અંગે સમજ કરવામાં આવી હતી, તેમજ તમામને ડ્રોન અંગેના જાહેરનામાની નકલ આપી તેની બહોળી પ્રસિધ્ધી કરવા પણ જરૂરી સુચના આપવામાં આવી હતી.

મીટીંગમાં ભુજ ફોટોગ્રાફર વેલ્ફેર એસોશિયશનના પ્રમુખ ચત્રભુજ ધામી તથા ભુજ શહેર વિસ્તારના ડ્રોન (કેમેરા) સંચાલકો હાજર રહ્યા હતા અને તમામને પશ્ચિમ કચ્છ ભુજના જે.એન.પંચાલ, એ ડિવિજન પીઆઈ પી.એમ.ચૌધરી, બી ડિવિજનના ટી.એચ.પટેલ દ્વારા જરૂરી સુચના તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...