હવામાન:કચ્છમાં મહત્તમ તાપમાન ઘટ્યું, રાત્રિ બની શીતળ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કચ્છમાં મહત્તમ અને ન્યૂનતમ તાપમાનમાં સરેરાશ એક-એક ડિગ્રીનો ઘટાડો થતાં દિવસે ગરમીમાં રાહત જણાઇ હતી તો રાત્રિ શીતળ બની હતી. ભુજમાં ઉંચા ઉષ્ણતામાનનો પારો એક આંક નીચે ઉતરીને 33.6 જ્યારે નીચું તાપમાન 21.8 ડિગ્રી નોંધાયું હતું.

​​​​​​​કંડલા એરપોર્ટ મથકે પણ એક આંકના ઘટાડા સાથે મહત્તમ 34.5 જ્યારે ન્યૂનતમ 20.7 ડિગ્રી રહ્યું હતું. કંડલા પોર્ટ પર અનુક્રમે 34.1 અને 22 ડિગ્રી નોંધાયું હતું જ્યારે નલિયામાં વધુમાં વધુ 31.6 તેમજ નીચું તાપમાન 19.5 ડિગ્રી રહ્યું હતું. કચ્છભરમાં શરદ પૂનમની રાત શિતળ બની હતી.

અન્ય સમાચારો પણ છે...