વિવાદ:RTOમાં ઇન્સ્પેકટર અને યુવાન વચ્ચે ફોટા પાડવા મુદ્દે મામલો બિચકતા હાથાપાઇ

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરટીઆઇ કરી હેરાન પરેશાન કરાતો હોવાથી પિત્તો ગયો
  • અધિકારી પાસે બે ચાર્જ હોવાથી​​​​​​​ ડ્રાઇવર વાહનના ફોટા પાડતો હતો

અાર.ટી.અો.માં ફરજ બજાવતા અધિકારી-કર્મચારીઅોની અાર.ટી.અાઇ. કરી દબાણ લાવવા માટે અનેક વખત પ્રયાસ થતા હોય છે, ત્યારે સોમવારે અેક અધિકારી પાસે બે ચાર્જ હોવાથી વાહનના ફોટા પાડવા માટે તેણે ડ્રાઇવરને ફોન અાપ્યો હતો. ડ્રાઇવર વાહનોના ફોટા પાડતો હોવાનો ફોટો અેક અાર.ટી.અાઇ. કાર્યકરે ક્લિક કરી ઇન્સ્પેકટર પાસે દમદાટી કરતા પિત્તો ગયો હતો. બંને વચ્ચે કચેરી બહાર હાથાપાઇ થઇ હતી, ત્યાં હાજર શખ્સોઅે છોડાવ્યો હતો.

છેલ્લા થોડા સમયમાં ઢગલાબંધ અાર.ટી.અાઇ.ની અરજીઅો અાવી છે જેના પરથી અંદાજ અાવી જાય છે કે માહિતી અધિકારના કાયદાનું કયાંકને કયાંક દુરુપયોગ થઇ રહ્યું છે. અે.અાર.ટી.અો. નિરવ બક્ષી ટ્રેનિંગમાં ગયા હોવાથી તેમનો ચાર્જ ઇન્સ્પેકટર વિશાલ ચાૈહાણને અપાયો છે તો વાહન ફિટનેશમાં પણ તેમને જ ડયુટી અપાઇ છે. અામ બે ડ્યુટી અેક સાથે થઇ શકે તેમ ન હોવાથી તેમણે વાહનના ફોટા પાડવાની કામગીરી તેમના ડ્રાઇવરને કરવા કહી હતી. બપોરે ડ્રાઇવર ફોટા પાડતો હતો ત્યારે અેક અાર.ટી.અાઇ. કાર્યકરે તેના ફોટા પાડી ઇન્સ્પેકટર પાસે અાવીને દમદાટી કરી હતી.

અગાઉ પણ ઇન્સ્પેકટરને હેરાન કરવા માટે નામજોગ અાર.ટી.અાઇ. કરવામાં અાવી હતી. ઇન્સ્પેકટર સામે યુવકે અભદ્ર ભાષામાં સીનસપાટા કરતા ચાૈહાણનો પિતો ગયો હતો. ઇન્સ્પેકટર બહાર અાવીને યુવકને તકલીફ શુ છે તેમ પુછતા બંને વચ્ચે બોલાચાલી થયા બાદ હાથાપાઇ થઇ હતી. સ્થળ પર હાજર ઇસમોઅે છોડાવ્યો હતો બાદમાં યુવક નાસી છુટયો હતો.

આરટીઆઇ કાર્યકરોનો આરટીઓમાં ભરડો
માહિતી અધિકાર અધિનિયમ 2005ના કાયદાનો સદઉપયોગ થવાને બદલે અાર.ટી.અો.માં દુરુપયોગ થતો હોવાનુ દેખાઇ રહ્યું છે. અાર.ટી.અો. ઇન્સ્પેકટરોની કોઇ ટ્રાન્સપોર્ટર કે વાહન માલિક અાર.ટી.અાઇ. કરે તે સ્વાભાવિક છે પણ જેને અોફીસની કામગીરીથી કાંઇ લાગતુ વળગતુ નથી તેવા લોકો અાર.ટી.અાઇ. કરતા હોવાથી કયાંક દુરુપયોગની ગંધ અાવી રહી છે. છેલ્લા થોડા સમયથી અાર.ટી.અાઇ. કાર્યકરોનો અાર.ટી.અો. કચેરીમાં ભરડો થયો છે.

અન્ય સમાચારો પણ છે...