તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:મોટી વિરાણીની પરિણીત યુવતીએ પતિ, સાસુ-સસરા સામે નોંધાવી ફોજદારી

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

નખત્રાણાના મોટી વિરાણીની પરિણિતાએ પતિ, સાસુ અને સસરા સામે દહેજ તેમજ બાળકો મુદ્દે મેણાટોળા અાપી માનસિક ત્રાસ અાપી માર મરાતા મહિલા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. પતિ પરસ્ત્રી સાથે અાડા સબંધ રાખતો હોઇ મારકુટ કરતો હતો તેમજ સંતાન બાબણે મેણાટોળા મારી ત્રાસ અપાતા મામલો ભુજ મહિલા પોલીસ દફતરે ચડયો હતો. માંડવીના મોમાયમોરામાં રહેતી જેનાબાઇ અામદ ઇશાક સાટી (ઉ.વ.27) તેના પતિ અામદ ઇશાક સાટી, સાસુ ફાતમાબાઇ અને સસરા ઇશાક રમજાન સાટી સામે ભુજ મહિલા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદીને લગ્ન જીવન દરમિયાન દહેજ બાબતે તેમજ બાળકના જન્મ મુદ્દે મેણાટોળા મારી શારિરીક-માનસિક ત્રાસ અાપવામાં અાવ્યો હતો. પતિ પરસ્ત્રીઅો સાથે સબંધ રાખીને ફરિયાદીને માર મારતો હતો. અારોપીઅો પરિણિતાને ત્રાસ અાપી ઘરમાંથી કાઢી મુકી હતી. અામ, પરિણિતા પોતાના માવતરેથી અારોપીઅો સામે ફરિયાદ નોંધાવવા મહિલા પોલીસમાં અરજી અાપી હતી, જે મંજુર થતા મહિલા પોલીસ ખાતે વિધિવત ફોજદારી નોંધવામાં અાવી હતી.

ભુજના ત્રિપલ તલાકની ફરિયાદમાં અારોપીને પોલીસનો છુટો દાેર
કચ્છમાં પ્રથમ વખત ત્રિપલ તલાકની ફરિયાદ ભુજના અબ્દુલકાદર અબ્દુલ્લા મેમણ (રહે. તાહા નગર,ભુજ)વાળા સામે ગત 11મી જૂનના નોંધાઇ હતી, અેક માસ જેટલો સમય થયો હોવા છતાં પોલીસે હજુ તેની ધરપકડ કરી નથી. અારોપીના પિતા મસ્કતમાં નોકરી કરતા હતા જેથી તમામ મિકલત પુત્રના નામે નોંધણી કરાવી હતી, પુત્રના નામે નોંધાવેલી મિલકત પર કબજો કરવા માટે પિતા પુત્રની તમામ વાત માનતો અાવ્યો હતો અને પુત્રઅે બીજા લગ્ન કરાવી અાપ્યા હતા તો પુત્ર પણ પત્ની પાસેથી ઇદના કપડા લેવાના બહાને છિનવી અાપ્યા હતા. પોલીસની ઢિલી નીતીના કારણે ભવિષ્યમાં કોઇ પરિણિતા ફરિયાદ નોંધાવવા તૈયાર નહીં થાય તેવા અેંધાણ દેખાઇ રહ્યા છે. મહિલા પોલીસ મથકના પવનબાએ કહ્યું હતું કે, અારોપીના ઘરે ધરપકડ માટે પહોંચી હતી પણ તાળા હોવાથી ખાલી હાથે ટીમ પરત ફરી હતી.

અન્ય સમાચારો પણ છે...