તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:છુટાછેડા લીધેલી યુવતી સાથે શખ્સે વારંવાર આચર્યું દુષ્કર્મ

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • છેલ્લા ત્રણ વર્ષથી પતિને ફોટા બતાવી દેવાની ધમકી અને લગ્નની લાલચ આપી કર્યુ બદકામ

ભુજના આશાપુરા નગરમાં રહેતા શખ્સે છુટાછેડા લીધેલી યુવતીને લગ્ન કરવાની લાલચ આપી તેમજ પતિને ફોટા બતાવી દેવાની ધમકી આપી છેલ્લા ત્રણ વર્ષથી ગત 2019 દરમિયાન વારંવાર બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં આરોપી સામે પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે.

25 વર્ષીય ભોગ બનનાર યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ભુજના આશાપુરા નગરમાં રહેતા સુલતાન નૂરમામદ સીદી નામના શખ્સે લગ્નની લાલચ આપીને આશાપુરાનગરમાં આરોપીના ઘરમાં તેમજ કોડકી રોડ પર આવેલા એક મકાનમાં વારંવાર તેણીની મરજી વિરૂધ્ધ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. અને જો આ બાતે કોઇ ઇન્કાર કરીશ તો, ફરિયાદીના આરોપી પાસે રહેલા ફોટા પતિને બતાવી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ભોગબનનાર યુવતીએ આરોપી વિરૂધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી સામે આઇપીસી કલમ 376(બીએન), 506,506-2 મુજબ ગુનો નોંધીને આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો