ધરપકડ:માધાપરથી યુવતીને ભગાડી જનારો ઉગેડીનો શખ્સ મુંબઇથી પકડાયો

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપી પકડાતાં પોલીસ મથકે રાત્રે લોકોનું ટોળું થયું એકત્રિત

માધાપર રહેતી યુવતીનું લગ્નની લાલચે ભગાડી જનાર નખત્રાણા તાલુકાના ઉગેડી ગામનો મુસ્લિમ યુવક મુંબઇથી પકડાતાં રવિવારે રાત્રે માધાપર પોલીસ મથકે ભોગબનાર યુવતીના સમાજના લોકો ભેગા થઇ જતાં હતા. પોલીસે આરોપી વિરૂધ અપહરણ દુષ્ક્મનો ગુનો નોંધી વધુ તપાસ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મુળ નખત્રાણા તાલુકાની હાલ માધાપર ખાતે રહેતી યુવતીને ઉગેડી ગામનો અને બે સંતાનનો પિતા રઝાક જુમા નોડે નામનો શખ્સ અપહરણ કરી જતાં ગત 15મીના માધાપર પોલીસ મથકમાં ભોગબનારના પરિવારજનોએ આરોપીના નામ જોગ ગુમ નોંધ નોંધાવી હતી.

દરમિયાન માધાપર પોલીસે બાતમીના આધારે મુંબઇ ખાતેથી આરોપીને દબોચી લઇ રવિવારે માધાપર પોલીસ મથકે લઇ યુવતી સાથે લઇ આવ્યા હતા. આરોપી રઝાક પકડાઇ ગયો હોવાના સમાચારથી માધાપર પોલીસ મથકમાં મોડી રાત સુધી ભોગબનાર યુવતીના પરિવારજનો અને સમાજના લોકો ભેગા થઇ ગયા હતા. માધાપર પોલીસે આરોપી રઝાક વિરૂધ અપહરણ દુષ્ક્મ સહિતની કલમ તળે ગુનો નોંધી આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર વાય.એન.લેઉઆએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...