લોક અદાલત:કચ્છમાં આગામી 11-11ના યોજાશે લોક અદાલત

ભુજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

કચ્છમાં આગામી 11 ડીસેમ્બરના તમામ તાલુકાઓની લોક અદાલત યોજવાનું આયોજન કરવામાં આવાવ્યું છે. વધુમાં આ લોક અદાલત પૂર્વે લીટીગેશન તથા પ્રિ લીટીગેશન કેસો માટે પ્રિ કાઉન્સીલીંગ તથા પ્રિ સિટિંગ યોજવામાં આવામાં આવનાર છે.

અદાલતોમાં કેસોનું ભારણ ઘટે તથા કેસોનું સમાધાન રાહે નિકાલ થાય તે હેતુસર નવી દિલ્હી, તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદની સુચના અનુસાર જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા જિલ્લાના તાલુકા સ્તરે આગામી 11 ડીસેમ્બરના લોક અદાલતોનું આયોજન આવનાર છે. જેમાં લગ્ન વિષયક તકરારો, મોટર અકસ્માત વળતર, દિવાની કેસો, કામદાર વળતર, મોબાઇલ કંપની સામેના વિવાદ, ફોજદારી સમાધાન પાત્ર ગુનાઓના કેસો, જમીન સંપાદન વળતર, બેન્ક રીકવરી કેસ, પેન્સન કેસ, ગ્રાહક સેવા તકરારની બાબતો, વીજ કંપનીના કેસો સહિતના તમામ કેસો આ લોકો અદાલતમાં મુકવામાં આવશે. તે ઉપરાંત એવા કેસો જે હજુ સુધી અદાલતમાં તે પ્રકારના પ્રિ લીટીગેશન, જેમાં પબ્લીક યુટીલીટી સર્વિસીસ જેવી કે, નેગોશીએબલ ઇન્સ્ટેમેન્ટ એક્ટ 138ના કેસો તથા વીજ અને પાણીના બાકી લેણાના કેસો તેમજ લેબર ડીસ્પ્યુટ્સના કેસો સહિત અન્ય કેસોનો પણ આ રાસ્ટ્રીય લોક અદાલતમાં મુકવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે વધુ માહિતી માટે ટોલ ફ્રી નંબર 1800-233-7966 અથવા 15100 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...