તીડનો હુમલો:તીડના પ્રકોપથી દેશની ખાદ્ય સુરક્ષા અને ખેડૂતોની આજીવિકા પર સંકટ તોળાયુ

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તેનો સામનો કરવા ICAR સહિત કૃષિ સંશોધન સાથે જોડાયેલી સંસ્થાઓની ભૂમિકા મહત્વપૂર્ણ

સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન (એફએઓ)એ ચેતવણી આપી છે કે, વરસાદ બાદ તીડ દ્વારા થતાં હુમલો વધશે. આ વર્ષે ભારત સહિત અનેક દેશોમાં ખાદ્ય સુરક્ષા માટે જોખમ વધી શખે છે. એફએઓ અનુસાર, તીડનો આ હુમલો છેલ્લા 27 વર્ષમાં સૌથી મોટી હુમલો છે. અને તે પાકો તેમજ પશુઓના ચારા માટે મોટુ નુકસાન સર્જી શકે છે. અગાઉ તીડ ખરીફ પાકો પર હુમલો કરતા હતા. તેમના હુમલા ગુજરાત, રાજસ્થાન જેવા સીમાવર્તી વિસ્તારો સુધઈ સીમિત હતા. પરંતુ હવે તેમના હુમલાઓની સંખ્યા અને ઝૂંડનુ પ્રમાણ વધી રહ્યુ છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયના તીડના નિયંત્રણ અને સંશોધન વિભાગ અનુસાર, તીડ દ્વારા થતાં નુકસાનનુ પ્રમાણ વધુ છે.

થોડા દાયકાથી તીડના હુમલાની સમસ્યા ગંભીર ન હોવાથી રિસર્ચનુ ફોકસ અન્ય જંતુઓ પર કેન્દ્રીત થયુ છે
સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન અનુસાર, એક વર્ગ કિમીમાં ફેલાયેલા તીડનુ ટોળુ 35 હજાર લોકોની સમકક્ષ ભોજન ગ્રહણ કરી શકે છે. એફએઓના નવા રિપોર્ટ અનુસાર, જળવાયુ પરિવર્તનના લીધે તીડ હવે પોતાની ક્ષમતા કરતાં 400ગણા સુધી પ્રજનન કરી શકે છે. ભારત માટે તે ચિંતાજનક છે. કારણકે, અહીં જળવાયુ પરિવર્તનની અસર સૌથી વધુ જોવા મળે છે. કૃષિ મંત્રાલયના આંકડાઓ અનુસાર, દેશમાં હાલના તીડ હુમલામાં ગુજરાત, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોમાં 2 લાખ હેક્ટરથી વધુ વિસ્તારના પાકને નુકસાન થયુ છે. દેશના 38% બાગબાની ઉત્પાદન પર જોખમ તોળાઈ રહ્યુ છે. 

મહાપાત્રા અનુસાર તીડના જીવ વિજ્ઞાન, પ્રજનન વ્યવહાર, વિકાસ અને ભોજનની આદતો પર આઝાદી પહેલાં અને બાદના અમુક દાયકાઓમાં મોટાપાયે કામ થયુ છે. તે સમયે તીડના હુમલાની સંખ્યા વધુ હતી. અને ત્યારે રિસર્ચ પર ધ્યાન આપવામાં આવ્યુ હતું. પરંતુ છેલ્લા થોડા દાયકાથી આ સમસ્યા ગંભીર ન હોવાથી રિસર્ચનુ ફોકસ અન્ય જંતુઓ પર કેન્દ્રીત થયુ છે. હવે તીડના હુમલાઓ ફરીથી વધ્યા હોવાથી કૃષિ મંત્રાલય સાથે જોડાયેલા કૃષિ સંશોધન સંસ્થાઓ, કૃષિ વિશ્વ વિદ્યાલયો અને અન્ય કૃષિ રિસર્ચ સંસ્થાઓ અને વૈજ્ઞાનિકોની ભૂમિકા મહત્વપૂર્ણ થઈ જાય છે. આ સંસ્થાઓ પર તીડનો સામનો કરવા માટે નવા રિસર્ચ અને સંશોધન કરવાની જવાબદારી તો છે પરંતુ નવા રિસર્ચના પરિણામ આવે ત્યાંસુધી ધ્યાન રાખવુ પડશે કે, તીડને રોકવા અસરકારક ઉપલબ્ધ ઉપાયોનો યોગ્ય રીતે ઉપયોગ થાય. સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠનના સિનિયર લોકસ્ટ ફોરકાસ્ટિંગ ઓફિસર કીથ ક્રેસમેન જણાવે છે કે, આટલી મોટી સંખ્યામાં તીડના હુમલાને જોતાં જંતુનાશકોનો છટકાંવ સૌથી અસરકારક ઉપાય છે.

સુરક્ષા માટે દેશના ખેડૂતો જે સસ્તા અને પ્રભાવી પાક સુરક્ષા ઉપયો અને જંતુનાશકોનો ઉપયોગ કરે છે
સ્વંય ભારતીય કૃષિ મંત્રાલય સ્વીકારે છે કે, વર્તમાન સ્થિતિમાં તીડ પર નિયંત્રણ મેળવવા માટે જંતુનાશકોનો છંટકાવ જરૂરી છે. અને તેના માટે ડ્રોન અને હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે. જો કે, આ સંકટથી સુરક્ષા માટે દેશના ખેડૂતો જે સસ્તા અને પ્રભાવી પાક સુરક્ષા ઉપયો અને જંતુનાશકોનો ઉપયોગ કરે છે. તેના પર સરકારે પ્રતિબંધ લાદવા નિર્ણય લીધો છે. કેન્દ્રીય જંતુનાશક બોર્ડ અને રજિસ્ટ્રેશન સમિતિ દ્વારા મેલિથિયોન ઉપરાંત ક્લોપપાયરીફોસ, ડેલ્ટામેથ્રિન, લેમ્બાડેસાલોથ્રિન, ફિપ્રોનિલ, ફેનવાલરેટ, ક્વિનાલફોસને તીડ નિયંત્રણ માટે પસંદ કર્યા છે. રસપ્રદ વાત આ છે કે, કેન્દ્રીય કૃષિ મંત્રાલયે 14 મેના નોટિફિકેશન જારી કરી 27 પાક સુરક્ષા રસાયણોના ઉપયોગ પર પ્રતિબંધનો પ્રસ્તાવ મૂક્યો છે.

જેમાં મેલાથિયોન, ક્લોપપાયરીફોસ, ડેલ્ટામેથ્રિન, અને ક્વિનાલફોસ સામેલ છે. સાઉથ એશિયા બાયોટેક્નોલોજી સેન્ટરના નિર્દેશક ભગીરથ ચૌધરીએ જણાવ્યુ હતુ કે, પ્રતિબંધ બાદ કંપનીઓ આ જંતુનાશકોનુ ઉત્પાદન બંધ રશે ત્યારે તીડનો નાશ કરવામાં મુશ્કેલી સર્જાશે. તીડ નિયંત્રણના નવા ઉપાયોની શોધ માટે રિસર્ચ અને સંશોધનમાં લાંબો સમય લાગી શકે છે. અને ત્યાં સુધી તીડ દેશની ખાદ્ય સુરક્ષા અને ખેડૂતોની આજીવિકા માટે જોખમ બનશે. આથી જરૂરી છે કે, વર્તમાનમાં ઉપલબ્ધ અન્ય વૈકલ્પિક જંતુનાશકોનો ફાસ્ટ ટ્રેક સાયન્ટિફિક ટ્રાયલ કરી ખેડૂતોને ઉપલબ્ધ કરવા જોઈએ. જેથી સંકટના સમયમાં ખેડૂતો ઝડપથી રાહત મેળવી શકે. નેશનલ એકેડમી ઓફ એગ્રીકલ્ચરલ સાયન્સના વાઈસ પ્રેસિડન્ટ ડો. સીડી માયી જણાવે છે કે, તીડના નિયંત્રણ માટે તમામ પ્રયાસો કરવાની આવશ્યક્તા છે.

કૃષિ યુનિ., કૃષિ રિસર્ચ સેન્ટર્સ, કૃષિ વિકાસ કેન્દ્રો સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોએ તેના ઉકેલ માટે મોટાપાયે રિસર્ચ હાથ ધરવા જોઈએ. જેમાં પાક સુરક્ષા કંપનીઓ અને જંતુનાશકો કંપનીઓને મદદ કરી શકે છે. કારણકે, તેમની પાસે પણ રિસર્ચ અને ડેવલોપમેન્ટ માટે આધુનિક સાધનો અને રિસર્ચ ટીમ છે. સ્થાનિક પ્રશાસન, કૃષિ અધિકારીઓ અને કૃષિ તજજ્ઞો સાથે મળી ખેડૂતોને તીડનો સામનો કરવા અને તેના પર નિયંત્રણ મેળવવા માટે ટ્રેનિંગ આપી શકાય. જંતુનાશકોના પ્રતિબંધની માગ કરતાં અમુક એનજીઓએ આ દિશામાં સકારાત્મક વલણ અપનાવવુ જોઈએ. એકતરફી દ્રષ્ટિકોણ રાખવાને બદલે એકજૂટ બની સમાધાન શોધવાની દિશામાં પ્રયાસ કરવો જોઈએ. ખેડૂતોની આજીવિકા અને પાકની સુરક્ષા મહત્વપૂર્ણ છે. તેના પર પર્યાવરણવિદ્એ વિચાર કરવો જોઈએ.

તીડ પર હાલમાં કોઈ રિસર્ચ નહીં, આ હુમલા છે. વેકઅપ કોલ –ICAR
ભારતમાં કૃષિ અને ખાદ્યાન્ન ઉત્પાદન વધારવાની સાથે ખાદ્ય ગુણવત્તા સુધારવા, પાકને જંતુઓ અને રોગથી બચાવવા, ઉચ્ચ ગુણવત્તા ધરાવતી જાતોની શોધ કરવામાં ભારતીય કૃષિ સંશોધન સંસ્થા (આઈસીએઆર) અને તેની સાથે જોડાયેલી કૃષિ યુનિવર્સિટીની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે. પાકને નુકસાન પહોંચાડતા અનેક જંતુઓના નિયંત્રણના રિસર્ચ માટે ઈન્ટીગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ રિસર્ચ સેન્ટર સ્થાપિત કરાયુ છે. પરંતુ તીડના નિયંત્રણ માટે હાલ કોઈ રિસર્ચ સેન્ટર નથી. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચના ડિરેક્ટર જનરલ ત્રિલોચન મહાપાત્ર પણ સ્વીકાર કરે છે કે, 1990ના દાયકાની શરાતથી દેશમાં રણના તીડ પર મોટાપાયે સિસ્ટેમેટિક રિસર્ચ થયુ નથી. અને વર્તમાન આક્રમણ આ રિસર્ચ કાર્યક્રમને ફરીથી શરૂ કરવા અને પુનઃ જીવિત કરવા માટે એક વેકઅપ કોલ છે.

અન્ય સમાચારો પણ છે...