તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દશા અને દિશા:કચ્છમાં કોંગ્રેસ ઉમેદવારોની યાદી બહાર પાડવામાં પણ નબળી પડી

ભુજ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • પક્ષ મેન્ડેટ આપતો રહ્યો અને ઉમેદવારો ફોર્મ ભરતા ગયા
 • સત્તાવાર યાદી પૂર્વે તાલુકા મથકેથી પેનલ અને છૂટક નામો આવતા રહ્યા

કચ્છમાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોના નામોની યાદી બહાર પાડવામાં કોંગ્રેસ નબળી પૂરવાર થઈ છે. બધા ઉમેદવારો પોતપોતાની રીતે ફોર્મ ભરી રહ્યા છે અને દરેક તાલુકા મથકેથી પોતપોતાની રીતે છૂટક છૂટક ઉમેદવારોની યાદી પણ બહાર પાડી રહ્યા છે. પરંતુ, જિલ્લા કોંગ્રેસ તરફથી સત્તાવાર યાદી બહાર પાડવાની તસદી લેવાઈ નથી, જેથી પક્ષમાં અંધાધૂંધી પ્રવર્તી રહ્યાનું સ્પષ્ટ થઈ ગયું છે.રાજ્ય ચૂંટણી અાયોગ દ્વારા 23મી જાન્યુઅારીઅે ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ અને 8મી ફેબ્રુઅારીઅે જાહેરનામું પણ પ્રસિદ્ધ થઈ ગયું.

અાજે 13મી ફેબ્રુઅારીઅે ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ છે. જે દરમિયાન ભારતીય જનતા પાર્ટીઅે 10મી ફેબ્રુઅારી બુધવારને બદલે 11મી ફેબ્રુઅારી ગુરુવારે મોડી રાત્રે વિલંબથી તો વિલંબથી પણ કચ્છ જિલ્લાની દસેદસ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ઉપરાંત 5 નગરપાલિકાની ચૂંટણીમાં પક્ષના ઉમેદવારોના નામો જાહેર પણ કરી દીધા છે. કોંગ્રેસે ભાજપની યાદી બહાર પડે પછી ઉમેદવારોની યાદી બહાર પાડવાની વાતો કરી હતી.

પરંતુ, અે દરમિયાન બધા પોતપોતાની રીતે તાલુકા મથકેથી છૂટક છૂટક પેનલ અને ઉમેદદારોના નામો જાહેર કરવા લાગ્યા હતા. કોંગ્રેસે સત્તાવાર યાદી બહાર ન પાડવાનું ગાણું ગાયે રાખ્યું છે. છેવટે છેલ્લે 12મી ફેબ્રુઅારીઅે પ્રવકતાઅે કહ્યું કે, પક્ષે જેને મેન્ડેડ અાપ્યું છે અે ફોર્મ ભરતા જાય છે. સત્તાવાર યાદી બહાર નહીં પડે. જેનું કારણ પણ જણાવવામાં અસમર્થ રહ્યા હતા. મતલબ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધી કોંગ્રેસ દશા અને દિશાવિહીન છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો