મુલાકાત:કચ્છમાં ચાલી રહેલી સાગરશક્તિ કવાયતનું નિરીક્ષણ કરવા લેફ્ટનન્ટ જનરલ પહોંચ્યા

નારાયણસરોવર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરક્ષા અેજન્સીઅોના અધિકારીઅોઅે ક્રીક સરહદની મુલાકાત લીધી
  • ​​​​​​​કોણાર્ક કોર્પ્સ સહિતના અધિકારીઅોઅે સુરક્ષા સંબંધિત મામલાઅોની ચર્ચા કરી

અેકબાજુ સેનાઅે રાજસ્થાન અને ગુજરાતમાં દક્ષિણ શક્તિ કવાયત હાથ ધરી છે. તેની સાથોસાથ કચ્છના દરિયાઇ અને સરહદી વિસ્તારોમાં સાગર શક્તિના નામે તમામ સુરક્ષા અેજન્સીઅોની કવાયત ચાલી રહી છે. શુક્ર-શનિવારે પ્રારંભીક તૈયારીઅો બાદ હવે બે દિવસ માટે અાખરી કવાયત શરૂ કરાઇ છે. જેનું નિરીક્ષણ કરવા જોધપુર સ્થિત કોણાર્ક કોર્પ્સના લેફ્ટનન્ટ જનરલ પી એસ મિન્હાસ રવિવારે કોટેશ્વર પહોંચ્યા હતાં.

કચ્છમાં સોમવાર સુધી અા કવાયત ચાલુ રહશે. જોકે અા કવાયતની માહિતી ખુબ જ ગુપ્ત રાખવામાં અાવી છે. અરબ સાગરમાં કઇ અેજન્સીઅોનો શું રોલ છે તેને વધારે સ્પષ્ટ કરવા પર પણ ભાર અાવપામાં અાવ્યું છે. કોટેશ્વરમાં સુરક્ષા અેજન્સીઅોના ત્રણ હેલિકોપ્ટર પહોંચ્યા હતાં. જેમાં લેફ્ટનન્ટ જનરલ પી એસ મિન્હાસ સહિતના અધિકારીઅો અાવ્યા હતા. અધિકારીઅોઅે લક્કી નાળા સહિતના ક્રીક વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું.

​​​​​​​તેઅો લક્કી નાળાથી કોટેશ્વર જેટી અાવ્યા હતા ત્યારબાદ ચાૈહાણ નાળા ગયા હતાં. અા મુલાકાતમાં તમામ અેજન્સીઅોના ઉચ્ચ અધિકારીઅો હાજર રહ્યા હતાં. સોમવારે પણ સરહદી વ્યુહાત્મરીતે અેક બેઠક બોલાવામાં અાવી છે. અધિકારીઅોઅે સમય મળતા કોટેશ્વર મહાદેવ મંદિરે દર્શન કર્યા હતાં. અા અભ્યાસ સુરક્ષા અેજન્સીઅો માટે ખુબ જ મહત્વપૂર્ણ મનાઇ રહ્યો છે. જેના પગલે ખૂદ રક્ષામંત્રી રાજનાથ સિંઘ પણ અા કવાયતનું નિરીક્ષણ કરવા અાવવના હતા. પરંતુ છેલ્લી ઘડીઅે અા મુલાકાત રદ કરવામાં અાવી હતી.

અન્ય સમાચારો પણ છે...