તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેતી ચોરીનું કૌભાંડ:ગેલડામાં એલસીબીએ રેતીની ચોરી પકડી પાડી

ભુજ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

મુંદરા તાલુકાના ગેલડા ગામની સીમમાં આવેલ નાગમતી નદીના પટમાંથી રોયલ્ટી કે પાસ પરમીટ વગર થતી રેતી ચોરીનું કૌભાંડ પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે પકડી બે વાહન અને આઠ ટન રેતી સહિત 7.51 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

એલસીબીની ટીમને બાતમીના મળી કે નદીમાંથી પરમીટ વગર રેતીનું ખનન ચાલુ છે જેથી તુરંત વર્કઆઉટ કરી ત્યાં પહોંચતા લોટરી વડે ડમ્પરમાં રેતી ભરાઉ રહી હતી. ડ્રાઇવર દેવજી કોરશી મહેશ્વરી (રહે બેરાજા) અને માલશી ગોવિંદ મહેશ્વરી (રહે. નવીનાળ) પાસે રોયલ્ટી કે પરમિટ માંગતા કાંઇ બોલ્યા ન હતા. પોલીસે ડમ્પર નંબર GJ 12 AY 7001કિંમત 5 લાખ અને લોડર નંબર GJ 12 AN 5242 કિંમત 2,50,000 અને આઠ ટન રેતી કિંમત 1920 રુપિયા મળી 7,51,920 નો મુદ્દામાલ કબજે કરી ખાણ ખનિજ વિભાગને જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો