પોલિટીકલ:જિલ્લા પંચાયતની અંતિમ સામાન્ય સભા ઉગ્ર બની : વિપક્ષની ધમાલ

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિપક્ષી સભ્યોએ વિરોધ વેળાએ માસ્કર નાક નીચે ઉતારી નાખ્યા - Divya Bhaskar
વિપક્ષી સભ્યોએ વિરોધ વેળાએ માસ્કર નાક નીચે ઉતારી નાખ્યા
  • ‘ઇશ્વર અલ્લાહ તેરો નામ, સબકો સન્મતિ દે ભગવાન..’ પરિસરમાં જ વિપક્ષના ધરણા
  • સત્તાપક્ષે વિકાસગાથા વાગોળી માત્ર અડધા કલાકમાં સભા સમેટી

અબડાસા વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણીની તારીખ જાહેર થઇ ગઇ છે, જેથી આચાર સંહિતા પહેલા મળેલી જિલ્લા પંચાયતની અંતિમ સામાન્ય સભામાં વિપક્ષના હલ્લાબોલ વચ્ચે સત્તાપક્ષે માત્ર વિકાસગાથા વાગોળી અડધા કલાકમાં સભા સમેટી લીધી હતી.

જિલ્લા પંચાયતમાં જિલ્લા પંચાયત પ્રમુખની ગેરહાજરીમાં ઉપપ્રમુખ નિયતીબેન પોકારના અધ્યક્ષસ્થાને મળેલી સામાન્ય સભા વર્તમાન ટર્મની સંભવત અંતિમ સભા હોઇ શરૂઆતથી જ તોફાની બની હતી. અગાઉની સામાન્ય સભામાં પણ કોરોનાના કારણે પ્રશ્નોની છૂટ અપાઇ ન હતી અને મંગળવારે બોલાવાયેલી સામાન્ય સભામાં પણ પ્રશ્નોત્તરી ન રખાતાં વિપક્ષે ભારે વિરોધ સાથે રોષ વ્યક્ત કર્યો હતો. સામાન્ય રીતે દર ત્રણ મહિને બેઠક યોજાતી હોય છે અને આકસ્મિક સંજોગોમાં જ ઓચિંતી સામાન્ય સભા બોલાવાય તો હાલે કેમ બોલાવાઇ તેવા વિપક્ષના પ્રશ્નના જવાબમાં સભાના અધ્યક્ષ પોકારે કહ્યું હતું કે, આચારસંહિતા લાગુ પડે તે પહેલા જરૂરી હોઇ સભા બોલાવાઇ છે.

અગાઉની સામાન્ય સભાની જેમ આ સભામાં પણ પ્રશ્નોતરી ન રખાતા વિપક્ષે વિરોધ નોંધાવ્યો હતો, જેથી વિપક્ષ અને સત્તાપક્ષ સામેસામે આવી ગયા હતા. વિપક્ષે જિલ્લા પંચાયત પ્રમુખની ચેમ્બર સામે બેસીને ‘ઇશ્વર અલ્લાહ એક જ નામ, સબકો સંમતિ દે ભગવાન…...’ સર્વધર્મ પ્રાર્થના પણ રજૂ કરી, અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. આ તકે ઇન્ચાર્જ ડી.ડી.ઓ. જોષી, વસંત વાઘેલા, હરિ હીરા જાટિયા, કૌશલ્યાબેન માધાપરિયા, વી.કે. હુંબલ, અરવિંદ પિંડોરિયા, નરેશ મહેશ્વરી, ભીમજી જોધાણી, કિશોરસિંહ જાડેજા, તકીશા સૈયદ, હરીભાઇ ગાગલ, રસીદ સમા સહિતનાઓ હાજર રહ્યા હતા.

હલ્લાબોલ વચ્ચે વિપક્ષ દ્વારા ઉઠાવાયેલા પ્રશ્નો
કચ્છના કોરોના દર્દી, મોતના સાચા આંકડા કેમ જાહેર નથી કરાતાં ?, પ્રમુખ રજામાં છે કે, ગેરહાજર ?, નિયમ મુજબ ત્રણ મહિને યોજાતી સામાન્ય સભા કેમ બોલાવાઇ ?, અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને થયેલા નુકસાનની વિગત કેમ જાહેર કરાતી નથી ? નિયમિત સામાન્ય સભા બોલાવી વર્ષમાં થયેલા કામોની વિગત કેમ અપાતી નથી ? સહિતના પ્રશ્નો વિપક્ષે ઉઠાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...