કચ્છમાં અનુભવાઇ રહેલી કાળઝાળ ગરમી વચ્ચે સપ્તાહના ઉઘડતા દિવસે રાપર નજીક બપોરે 3.4ની તીવ્રતા સાથે ધરા ધણધણી હતી. ચાલુ માસે વાગડ ફોલ્ટમાં ત્રીજીવાર 3 કે તેનાથી વધુની તીવ્રતા સાથેનું કંપન આવતાં લોકોમાં ઉચાટ ફેલાયો છે.
ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચના જણાવ્યા મુજબ સોમવારે બપોરે 4 કલાકે રાપરથી 18 કિલો મીટરના અંતરે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશાએ 6.3 કિલો મીટરની ઉંડાઇએ રિખ્ટર સ્કેલ પણ 3.3નો આંચકો આવ્યો હતો. જો કે, હળવા પ્રકારના આ કંપનનો વિશેષ અનુભવ ન થયો હોવાનું જાણવા મળ્યું હતું પણ ચાલુ મહિનામાં વાગડ ફોલ્ટમાં આ ત્રીજું કંપન હોતાં ભૂતળમાં થતો સળવળાટ સપાટીએ આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ત્રીજી એપ્રિલે રાપર પાસે 3ની તીવ્રતા સાથે તેમજ તા. 10/4ના 3.2નો હળવો આંચકો નોંધાયો હતો. આમ ત્રણ સપ્તાહમાં વાગડધની ધરા ત્રીજીવાર 3 કે તેથી વધુના કંપન સાથે ધ્રૂજી હતાી. નોંધનીય છે કે, ચાલુ મહિનાની 15 તારીખે દુધઇ પાસે 3.4નો આંચકો આઇએસઆરમાં નોંધાયો હતો. દિવસભર અનુભવાતી ગરમી વચ્ચે ધરામાં આવતી ધ્રૂજારીએ લોકોમાં ઉચાટ ફેલાવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.