તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દીર્ઘદ્રષ્ટિ:ભુજમાં છ વર્ષ પહેલા સ્થાપિત લેબ કોરોના ટેસ્ટ માટે આશીર્વાદરૂપ બની

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
2015માં તત્કાલિન માઈક્રોબાયોલોજી વિભાગના વડા અને વિંગ કમાન્ડર પ્રો. ડો. એ.એન.ઘોષ. - Divya Bhaskar
2015માં તત્કાલિન માઈક્રોબાયોલોજી વિભાગના વડા અને વિંગ કમાન્ડર પ્રો. ડો. એ.એન.ઘોષ.
  • મેડિકલ કોલેજના ડીન ડો. એ.એન.ઘોષે લેબનું માળખું તૈયાર કર્યું હતું

ભુજમાં છ વર્ષ પહેલા સ્વાઇન ફ્લૂના ઉપદ્રવ વખતે આર.ટી.પી.સી.આર. ટેસ્ટ માટે અદાણી મેડિકલ કોલેજ ખાતે બનાવવામાં આવેલી મોલેક્યુલર લેબ યોગાનુયોગ કોરોનાકાળમાં ઝડપી આર.ટી.પી.સી.આર. ટેસ્ટ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે.

આ પરમાણુ વિષયક પ્રયોગશાળા (મોલેક્યુલર લેબ)નું માળખું વર્ષ 2015માં તત્કાલિન માઈક્રોબાયોલોજી વિભાગના વડા અને વિંગ કમાન્ડર પ્રો. ડો. એ.એન.ઘોષે તૈયાર કર્યું હતું અને તેમની થોડા સમય અગાઉ અદાણી મેડિકલ કોલેજના ડીન તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ વર્ષ 2015માં સ્વાઇન ફ્લૂએ રોગચાળાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. તેના આર.ટી.પી.સી.આર.ટેસ્ટની ખૂબ માંગ હતી. એ હકીકતને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારની મદદથી સ્વાઇન ફ્લૂની ચકાસણી માટે મોલેકયુલર લેબ તૈયાર કરવામાં આવી હતી. ત્યારે તેમાં 800 નમૂનાઓનું પરિક્ષણ થતું હતું. જી.કે. જનરલ હોસ્પિટલ અને કોલેજમાં લેબનું ઇન્સ્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર હોતા તાત્કાલિક પુન; કોરોના પરિક્ષણ માટે લેબોરેટરી તૈયાર થઈ ગઈ જેમાં આજે એક લાખથી વધુ ટેસ્ટ થયા છે તેમ ઉમેર્યું હતું.

કચ્છના મેડિકલ જગત સાથે છેલ્લા એક દાયકાથી જોડાયલા ડો. ઘોષ પુણેના વતની છે. તેમણે પૂણેથી જ એમ.બી.બી.એસ. અને એમ.ડી.(માઈક્રોબાયોલોજી)ની ડિગ્રી પાપ્ત કરી છે. પૂણેની સંરક્ષણની દ્રષ્ટિએ દેશમાં સૌથી મોટી ગણાતી તબીબી સંસ્થા આર્મડ ફોર્સિસ મેડિકલ કોલેજ (AFMC)માં પ્રોફેસર હતા. 2007માં ત્યાથી નિવૃત્તિ મેળવી સીમલા મેડિકલ કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા ત્યારબાદ ત્રણ વર્ષ પુણે નાવલે મેડિકલ કોલેજમાં કાર્ય કર્યું અને એક વર્ષ નેપાળમાં મનીપાલ મેડિકલ કોલેજ પોખરામાં પ્રો. રહ્યા. ત્યાથી નિવૃત થઈ વર્ષ 201માં તેઓ ભુજ અદાણી મેડિકલ કોલેજમાં માઈક્રોબાયોલોજી વિભાગના વડા અને બન્યા. આટલી લાંબી તબીબી શૈક્ષણિક કારકિર્દીના પરિપાકરૂપે તેમને ડીન તરીકે નિમણૂક આપવામાં આવી છે. તેઓ કચ્છમાં અગાઉ સ્વાઇન ફ્લૂ અને હાલમાં કોરોનાના વાયરસ સ્તરથી પરિચિત હોતા વિધાર્થીઓ અને સાથી પ્રાધ્યાપકો માટે તેમનો અનુભવ ઉપયોગી નીવડશે તેવું કોલેજના તજજ્ઞોએ જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...