તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:અષાઢી બીજથી શરૂ થતા કચ્છીઓના નવા વર્ષની જિલ્લામાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામા આવી

ભુજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરંપરાગત રીતે ઉજવાતી અષાઢીબીજ કચ્છના ઈતિહાસમાં અનેરું સ્થાન ધરાવે છે

અષાઢીબીજને નવા વર્ષ તરીકે ઉજવવાની પરંપરા સેંકડો વર્ષોથી ઉજવાય છે. જેની અનેક દંતકથાઓ કચ્છમાં જાણીતી છે. એવી અષાઢીબીજે કચ્છ હોય કે કચ્છ બહાર જ્યાં જ્યાં કચ્છીઓ વસે છે. ત્યાં આ દિવસે ચોક્કસ નવા વર્ષની ઉજવણી કરે છે. જેમાં ઘરે ઘરે લાપસીના આંધણ સાથે લોકો એક મેકને કચ્છી નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે. અને ભેટ સોગાદ આપી એક મેકના ઘરે જઈને શુભેચ્છાઓ પાઠવે છે. ખાસ કરીને પશ્ચિમ કચ્છમાં અષાઢી બીજનું મહત્વ વધુ રહે છે. જ્યારે વાગડ વિસ્તારમાં થોડું ઓછું. અને આ દિવસે આજે ભૂજ શહેરમાં કચ્છી માંડુંઓએ વિશેષ ઉજવણી કરી હતી.

અષાઢી બીજને નવા વર્ષ તરીકે ઉજવવા પાછળના ઇતિહાસની સૌથી સચોટ ગાથા હોય તો તે છે. ઈસવીસન 1231માં જામ રાયધણજીના કચ્છ વિજય સાથે જોડાયેલા ઇતિહાસની પુંજાજી ચાવડાના શાસન સમયે જામ રાયધણજીએ તેમની પાસેથી શાસન લીધુ અને ગુરૂ ગોરખનાથે તેને અષાઢીબીજના દિવસે ગુરૂમંત્ર આપ્યો હોવાથી આ દિવસને નવા વર્ષ તરીકે ઉજવવાનું નક્કી થયું. જોકે તેની કથામાં પણ વરસાદની વાત છે.તેમજ આ માત્ર ઇતિહાસ છે.

જ્યારે તે ઘટના બાદના રાજવીઓ ભુજની સ્થાપના સમયથી અષાઢ સુદ 2 ને નવા વર્ષ તરીકે પણ ઉજવે છે. જ્યારે કેટલાક ઇતિહાસકારો કચ્છી નવા વર્ષની ઉજવણીની પરંપરાને તેનાથી પણ જુની કહે છે. જેમાં દેશવટો ભોગવી કચ્છના કુશળ શાસક લાખો ફુલાણી દેશવટ્ટો ભોગવી કચ્છ પરત ફર્યા તે દિવસે કચ્છમાં મનભરીને વરસાદ વરસ્યો હતો અને અતૃપ્ત કચ્છના લોકો આંનદીત થઇ ગયા હતા. ત્યારથી આ દિવસને કચ્છના નવા વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યુ. એવું પણ કચ્છના ઇતિહાસમાં સામેલ છે.

જે 1100 વર્ષથી પણ પહેલાની વાત હોવાનું મનાય છે. તો ઇતિહાસની સાથે પાણીનો મહિમા પણ જોડાયેલો છે. દરિયાખેડુઓ આ દિવસો દરમ્યાન દરિયો ખેડી પાછા આવતા હોવાથી પણ તેમના પરિવારમાં ખુશી છવાય છે. તેથી પણ અષાઢીબીજને નવા વર્ષ તરીકે ઉજવવા પાછળનું કારણ ગણાય છે. તો ખેડુતો આ દિવસો દરમ્યાન ખેતીના મંડાણ કરતા હોવાથી પણ આ દિવસ વિશેષ બને છે. ટુંકમાં કહી શકાય કે પાણી તરસ્યા કચ્છમાં પાણીના મહત્વ સાથે આ દિવસને કચ્છીઓ નવા વર્ષ તરીકે ઉજવે છે.

દાયકા પહેલા આ દિવસને અનોખી રીતે ઉજવાતો તેમજ નવા વર્ષના પ્રસંગે નવા સિક્કા બહાર પડાતા અને વિવિધ આકર્ષણો સાથે શહેરમાં નગરયાત્રા નીકળતી, દરબાર ભરાતો અને સૌ નગરજનો તેમાં ભાગ લેતા. જોકે રાજાશાહી સમયની ઉજવણી આજે બંધ છે. પરંતુ લોકો આજે પણ વડીલોના શુભ આશિષ લઇ ઘરે લાપસીનું આંધણ મુકી નવા વર્ષેને ખાસ બનાવે છે. તેમાંય અષાઢીબીજના દિવસે વરસાદના બે છાંટા આ ઉજવણીને વર્ષોથી વિશેષ બનાવે છે.

અન્ય સમાચારો પણ છે...