તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોસ્ટ ઓફિસ કૌભાંડમાં સર્વગ્રાહી તપાસનો ધમધમાટ:કૌભાંડી દંપતી વિદેશ ભાગી જાય તેવી ભીતિથી કચ્છના પોસ્ટ વિભાગે પાસપોર્ટ તંત્રને સતર્ક કર્યું

ભુજ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આજે 142 ખાતેદારોને ઘરોઘર જઇને નોટિસો પાઠવાશે
 • ડઝન બંધ ખાતેદારોના 8.25 કરોડ ઓળવી જનાર મુખ્ય સુત્રધાર સચિન ઠક્કર બે દિવસથી ભૂગર્ભમાં ઉતરી ગયો

ભુજની રાવલવાડી પોસ્ટ ઓફિસમાં થયેલા 8.25 કરોડના નાણાકીય ગફલામાં મુખ્ય સુત્રધાર સચિન શંકરલાલ ઠક્કર અને પત્ની પ્રજ્ઞા (પોસ્ટ એજન્ટ) વિદેશ ભાગી જાય તેવી દહેશત વચ્ચે ટપાલ વિભાગે પાસપોર્ટ વિભાગને તાકીદ કરી છે અને તમામ સ્તરેથી ઘેરવા માટે સર્વગ્રાહી તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.

સત્તાવાર મળતી માહિતી મુજબ કૌભાંડના મુખ્ય ભેજાબાજ સચિન ઠક્કર અને પત્ની પ્રજ્ઞા ભાગી જાય તેવી વકી વચ્ચે ટપાલ વિભાગે પાસપોર્ટ વિભાગને આ અંગે પત્ર લખીને તાકીદ કરી છે. વધુમાં શહેરની જુદી-જુદી બેંકોમાં દંપતિના નામે બેંક ખાતા, લોકર વગેરે સીઝ કરવા તેમજ ભુજ સહિત જિલ્લામાં તેમના નામે આવેલી સંપત્તિ સહિતની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. આ ઉપરાંત 673 ખાતા પૈકી જેના કોઇ જ આધારો મળતા નથી તેવા 142 ખાતેદારોને સોમવારે ઘરોઘર જઇને નોટિસ પાઠવવામાં આવનારી હોવાનું ટપાલ વિભાગના અધિક્ષક મહેશ પી. પરમારે જણાવ્યું હતું.

અત્રે નોંધનીય છે કે, આ કૌભાંડ બહાર આવ્યાને લાંબો સમય થયો હોવા છતાં આ મુદ્દે હજુ સુધી ફરિયાદ નોંધાઇ નથી, તેવામાં મુખ્ય ભેજાબાજ છેલ્લા બે દિવસથી ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

હજુ પણ અમુક પોસ્ટ કર્મીઓ પર ખતરો
અત્યાર સુધી ત્રણ સબ પોસ્ટ માસ્તરોને સસ્પેન્ડ કરી દેવાયા છે.આ કૌભાંડમાં ટપાલ વિભાગના કુલ 5 કર્મીઓ સામેલ હોવાનું કહેવાય છે, જે પૈકી ત્રણને સસ્પેન્ડ કરાયા છે અને એક વી.ડી. ઝાલા નિવૃત્ત થઇ ગયા છે અને હજુપણ અમુક કર્મીઓ પર સસ્પેન્સનો ખતરો તોડાઇ રહ્યો છે. નિવૃત્ત કર્મીનું પણ આ પ્રકરણમાં નિવેદન લેવાશે.

અંતે કૌભાંડી એજન્ટની એજન્સી રદ : ખાતા સીઝ
અગાઉ પણ આ જ એજન્ટનું કૌભાંડ બહાર આવ્યું હતું પરંતુ જે-તે વખતે નાણાંની રિકવરી કરીને આ માસ્ટર માઇન્ડ સામે કોઇ જ કાર્યવાહી કરાઇ ન હતી, જેથી ફાવી ગયેલા સચિન ઠક્કરે મલીન ઇરાદાથી કરતુત જારી રાખી ટોપી ફેરવી નાખી છે તેવામાં ટપાલ વિભાગના અધિક્ષક પરમારે કહ્યું હતું કે, એજન્સી રદ કરીને તેના વતી ખોલાયેલા તમામ ખાતા સીઝ કરાયા છે.

બીજી વિજીલન્સની ટીમ આવી પણ વિગતો છુપાવાઇ
ગુજરાત પોસ્ટ ડિપાર્ટમેન્ટના આ સૌથી મોટા કૌભાંડના પગલે દેશના ટપાલ વિભાગના વડા ભુજ આવવાની વાત વચ્ચે રવિવારે કચ્છની વડી કચેરી બહાર ગાડીઓનો જમેલો દેખાયો હતો. અંદર પણ ભારે ચહલ-પહલ હતી પરંતુ કચ્છના ટપાલ અધિક્ષક મહેશ પરમારને પૂછતાં તેમણે ડિપાર્ટમેન્ટના ડી.જી. (મહા નિર્દેશક) આવ્યા હોવાની વાતને નકારી હતી. એટલું જ નહીં થોડા દિવસ અગાઉ અમદાવાદની વિજીલન્સની ટીમ આવ્યા બાદ રવિવારે અન્ય એક ટીમ આવી હતી પણ તે તપાસ ટુકડીમાં કોણ-કોણ છે તેની વિગતો છુપાવાઇ હતી.

બે દિવસમાં કૌભાંડી દંપતિ સામે ફરિયાદ થશે ?
ગુજરાતમાં ટપાલ વિભાગના ઇતિહાસમાં સૌથી મોટા મનાતા આ કૌભાંડમાં સંડોવાયેલા સચિન ઠક્કર અને પત્ની પ્રજ્ઞા સામે બે દિવસમાં પોલીસ ફરિયાદ નોંધાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

એજન્ટને 3 વખત નોટિસ છતાં દાદ ન આપી
પોસ્ટ કૌભાંડમાં મુખ્ય ભેજાબાજ સચિન ઠક્કર અઢી કરોડ ભરવા તૈયાર હતો પરંતુ ત્યારબાદ એકપણ રૂપિયો ભર્યો નથી. ટપાલ વિભાગના કહેવા મુજબ ત્રણ વખત નોટિસ પાઠવાઇ હોવા છતાં પણ દાદ આપી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો