તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વેક્સિનેસન:કચ્છ સરહદના સંત્રીઓ રસી લઇ સંપૂર્ણ થયા સુરક્ષિત ,દરેક કુટુંબીઓએ પણ એક-એક ડોઝ લીધો

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પખવાડિયા પૂર્વે રસી પહોંચાડવાની કામગીરીની નોંધ લેવાયા બાદ ફરી વેક્સિનેસનમાં કચ્છ ચમક્યું
  • કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ ટ્વીટ કરી આર્મી જવાનોના રસીકરણની કામગીરી બિરદાવી

પંદર દિવસ અગાઉ જ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ કચ્છની રસિકરણની કામગીરીને બિરદાવી હતી. કચ્છના અંતરિયાળ ગામોમાં રસી પહોંચાડવાની જવાબદારી તંત્ર દ્વારા સુપેરે પાર પાડવામાં આવી રહી છે, ત્યારે સરહદી જિલ્લાના સુરક્ષા દળ અને અર્ધ સુરક્ષા દળના તમામ જવાનોએ વેક્સિનના બંને ડોઝ લઈ સંપૂર્ણ સુરક્ષિત થયા હોવાનું કેન્દ્રીય મંત્રીએ ટ્વીટ કરી કામગીરી બિરદાવી હતી. તો તેમના કુટુંબીજનો પણ પ્રથમ ડોઝ લઈ અને સુરક્ષિત બન્યા હોવાનું જણાવ્યું હતું.

ભારતના સરહદી જિલ્લા કચ્છમાં વાયુસેના, સીમા સુરક્ષા દળ અને અર્ધ લશ્કરી દળો રક્ષણ હેતુથી ગોઠવાઈ છે. કોરોનાની પ્રથમ લહેર દરમિયાન પૂર્ણ તૈયારીના અભાવે અનેક જવાનો કોરોનાગ્રસ્ત થયા હતા, તો બીજી લહેર અને ત્યારબાદ કેન્દ્ર સરકારની સતર્કતા તથા પ્રયત્નો થકી ભારતની સૌથી મોટી અને વિકટ સરહદ પર તૈનાત તમામ સુરક્ષા એજન્સીના તમામ જવાનોને વેક્સિનના બંને ડોઝ અપાઈ ગયાનો વિડિયો કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પ્રસારિત કરાયો છે. જેને કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ ટેગ કરી ટ્વીટ કરી અને કોરોના મહામારી સામે લડતમાં સરકારની મહત્વપૂર્ણ ઉપલબ્ધિ ગણાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં ગુજરાત રસીકરણમાં અગ્રીમ છે, અને કચ્છ પણ જાગૃતિ બતાવી રાજ્ય સરકાર વેક્સિન આપવાના લક્ષ્ય સિદ્ધ કરવા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે સીમાના સંત્રીઓની સુરક્ષા દૃષ્ટિએ કામગીરી અભિનંદનને પાત્ર છે.

જવાનોને સંપૂર્ણ ટીકાકરણ આમ લોકો માટે પ્રેરણારૂપ
સરહદના સશસ્ત્ર દળ અને અર્ધ લશ્કરી દળો દ્વારા સંપૂર્ણ ટીકાકરણ સિદ્ધિ પ્રાપ્ત થતાં અન્ય લોકો માટે પ્રેરણારૂપ છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલ વીડિયોમાં સીમા સુરક્ષા દળના ડીજી એસ.કે.શ્રીવાસ્તવ જણાવે છે કે, ચોવીસ કલાક ફરજ પર રહેતા જવાનોએ સંપૂર્ણ વેક્સિનેશન કરાવેલ છે અને તેમના પરિવારજનોએ પણ દરેકે પ્રથમ ડોઝ લીધો છે. આવી રીતે કોરોના ખતરો પેદા ન થાય તેની કાળજી લીધી છે. દેશના અન્ય નાગરિકો પણ વેક્સિન લે તે માટે આ કામગીરી દિશા સૂચક છે.

અન્ય સમાચારો પણ છે...