સરહદે લવાયેલી જ્યોત:કચ્છ સરહદે ક્યારે પણ જંગમાં જરૂર પડશે તો સલામતી દળો સંપૂર્ણ સજ્જ

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 1971નાં યુદ્ધમાં વિજયનાં સ્વર્ણિમ વર્ષની ઉજવણી પ્રસંગે કચ્છ સરહદે લવાયેલી જ્યોતની મશાલને આવકારાઈ

1965 અને ત્યારબાદ 1971 માં ભારત અને પાકિસ્તાનની લડાઈ થઈ તેમાં ભારતે વિજય હાંસલ કર્યો હતો. સલામતી દળોએ દુશ્મન દેશ સામે જુસ્સાથી લડીને પરાસ્ત કર્યા હતા. કચ્છ સરહદ પર પણ જવાનોએ જંગ જીતવા લોહી રેડ્યું હતું. આ યુદ્ધને પચાસ વર્ષ થતા સીમા સુરક્ષા દળ દ્વારા સ્વર્ણિમ વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. સ્વર્ણિમ વિજય જ્યોતને ભારતમાં રાજ્યોમાં પ્રદક્ષિણા બાદ ભુજ પહોંચી હતી. જેના સમાપન સમારંભમાં બ્રિગેડિયર સુધાંશુ શર્માએ કચ્છ સરહદ તૈનાત સલામતી દળો ભવિષ્યના કોઇપણ જંગમાં સંપૂર્ણ વિજય પામવા માટે સજ્જ હોવાની વાત કહી હતી.

કચ્છ સરહદે લવાયેલી જ્યોતની મશાલને આવકારવા લશ્કર દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં આ ઉચ્ચ અધિકારીએ કચ્છનાં વ્યૂહાત્મક મહત્ત્વનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. લડાયકોના સ્વાંગમાં જવાનોએ ધર્મ, શસ્રો, જોશ અને શક્તિના સમન્વય સમાન આ પ્રદર્શન વડે ભારતીય લશ્કરના જવાનોના જુસ્સાની પ્રતીતિ કરાવી હતી. કાર્યક્રમમાં નિવૃત્ત કેપ્ટન ઝાલા અને નિવૃત્ત આસી.

કમાન્ડન્ટ સોનવણે, ભુજના રન-વેની મરમતમાં જોડાયેલી માધાપરની વીર મહિલાઓ પૈકીનાં વીરબાઇ ભુડિયા, કાનબાઇ અને હાલે માધાપરનાં ૧ સરપંચ પ્રેમિલાબેન ભુડિયા,માધાપરમાં યુદ્ધ સમયે સાયરન વગાડવાની જવાબદારી નિભાવનારા જાદવજીભાઇ વરસાણીનું સન્માન કરાયું હતું.

કચ્છના વીર શહીદ માણશી ગઢવીનાં પત્ની સોનલબેન ઉપરાંત રાગિણીબેન વ્યાસ તથા એનસીસીની કેડેટ યુવતીઓ સહિતનાને શ્રીમતી સ્નેહલ શર્મા, વાયુમથકના વડા એર કોમોડોર મલુકસિંહ અને સીમા દળના ડીઆઇજી સંજય શ્રીવાસ્તવના હસ્તે સન્માનિત કરાયા હતા. કુરન ગામના સરપંચ લાખાજી સોઢાએ રણ સરહદની પાવન માટીનો કળશ મશાલધારક ટુકડીને અર્પણ કર્યો હતો. પશ્ચિમ કચ્છના પોલીસવડા સૌરભસિંહ ખાસ હાજર રહ્યા હતા.

16 ડિસેમ્બરે દિલ્હીમાં વડાપ્રધાને મશાલ પ્રજવલ્લિત કરી હતી
વડાપ્રધાન મોદીએ વિજય દિવસના પ્રસંગે વિજય જ્યોતિ યાત્રાને રાજધાની દિલ્હીથી રવાના કરી. વિજય યાત્રામાં ચાર વિજય મશાલ એક વર્ષની અવધિમાં સમગ્ર દેશના છાવણી વિસ્તોરોમાં જશે. તેમાં 1971 યુદ્ધના પરમવીર ચક્ર અને મહાવીર ચક્ર વિજેતા સૈનિકોના ગામ પણ સામેલ છે. આવતા વર્ષે નવી દિલ્હીમાં જ પૂરી થશે