તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • The Issue Of Traffic Jam Became A Headache Due To Lack Of Bypass In Nakhtrana, Even Today A 2 Km Long Line Of Vehicles Was Formed Near Wathan Chowk.

સમસ્યા:નખત્રાણામાં બાયપાસના અભાવે ટ્રાફિકજામનો પ્રશ્ન માથાના દુઃખાવારૂપ બન્યો, આજે પણ વઠાણ ચોક પાસે 2 કિમી લાંબી વાહનોની લાઈન લાગી

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 30 વર્ષ જૂની બાયપાસ માર્ગની માંગ આજ સુધી વલઉકેલ

પશ્ચિમ કચ્છના ખેતી પ્રધાન અને જિલ્લાની સૌથી મોટી પંચાયત ધરાવતું નખત્રાણા મથક પ્રખ્યાત ધાર્મિક સ્થળઓએ જવા માટે પ્રવેશદ્વાર સમુ છે. એવુ વિકસિત નગર તેના મુખ્યમાર્ગ પર રહેતી ટ્રાફિક, અવાજ પ્રદુષણ અને અકસ્માતની સમસ્યાથી બેહાલ બન્યું છે. અહીં બાયપાસની વર્ષો જૂની માંગ વલઉકેલ છે તો ફોર ટ્રેક બનાવવા તંત્ર ઉદાસીન છે.

માર્ગની ઉપીયોગીતાકચ્છના પશ્ચિમ દિશાએ આવેલા પ્રસિદ્ધ માતાનામઢ, નારાયણ સરોવર, કોટેશ્વર, હાજીપીર વગેરે યાત્રાધામોએ જવા માટે નખત્રાણા નગરમાંથી પસાર થતા લખપત ધોરીમાર્ગનો ઉપીયોગ થાય છે. તો રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત સાંધી સિમેન્ટ, અલ્ટ્રાટ્રેક સિમેન્ટ અને પવનચક્કીના એકમો માટે પરિવહન કરતા ભારવાહક વાહનો પણ આજ માર્ગેથી પસાર થાય છે. જ્યારે પ્રાથમિક શાળાથી લઈ કોલેજ સહિતના અભ્યાસ કેન્દ્રના ખાનગી અને સરકારી સંકુલો પણ આજ માર્ગે કાર્યરત છે, સાથે સાથે તમામ વહીવટી કચેરીઓ અને ગામની મુખ્ય બજાર પણ આજ માર્ગે સતત ધમધમે છે. ત્યારે આ માર્ગની વિશેષતા અને ઉપીયોગીતા કેટલી છે તે સમજી શકાય એમ છે.

સતત લોકોની આવજાહીથી વ્યસ્ત રહેતા આ માર્ગે સંકડાસના કારણે કાયમી ટ્રાફિક સમસ્યા રહેતી આવી છે. જેમાં વાહનચાલકોના સમય શક્તિનો વ્યય થતો રહે છે. માર્ગની બન્ને તરફ આડેધડ પાર્ક કરી દેવાતા નાના મોટા વાહનોથી આ સમસ્યામાં વધારો થાય છે. તો અનેક ગંભીર અકસ્માતો છાસવારે બનતા રહે છે. તેમાં કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો પણ આવ્યો છે.

ખાસ કરીને શાળાઓ શરૂ હોય ત્યારે અકસ્માતને લઈ વાલીઓને તેમના બાળકોની વિશેષ ચિંતા સતાવતી હોય છે. આ સાથે પવનચક્કીના પુર્જા લઈ જતાં મહાકાય વાહનો વખતે ટ્રાફિકજામ અને અકસ્માત ઘટવાનો ભય ખૂબ વધી જાય છે. તથા દરરોજ થતા ટ્રાફિકજામથી હોર્ન વગાડતા વાહનો અને ધુમાડા ઓકતા તેના એન્જીનથી અવાજ અને વાયુ પ્રદુષણ ફેલાય છે. જે બજારોમાં ઉઓસ્થિત સર્વે લોકો માટે ભારે હાનિકારક હોવાનું લખનભાઈ દેસાઈએ જણાવ્યું હતું.

30 વર્ષથી બાયપાસની માગ અધૂરી લખપત ધોરીમાર્ગ પસાર થાય છે માર્ગ પર અત્યારે નવા રોડનું કાર્ય ચાલુ છે. આજે ગુરુવારે પણ પોલીસ સ્ટેશનથી વઠાણ ચોક સુધી 2 કી.મી. લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસનો સમય અન્ય કામના બદલે ટ્રાફિક પૂર્વવત કરાવવામાં વ્યથિત થાય છે. એવા માર્ગ પરની મુશ્કેલીના નિવારણ માટે બાયપાસ માર્ગ બમાવવો અનિવાર્ય છે. આ માટે વર્ષીથી ગ્રામજનો માંગણી કરી રહ્યા છે. જેના ભગરૂપે 2017માં તાલુકા પંચાયત દ્વારા એક સર્વે પણ કરાવવામાં આવ્યો હતો. પરંતુ અમલવારી થઈ શકી નથી.

સતત પ્રજાપ્રશ્નોને ઉજાગર કરતા અબડાસા વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ વિધાનસભા ચૂંટણીમાં પોતાના પાંચ મુદાના એજન્ડામાં નખત્રાણા બાયપાસ માર્ગનો સમાવેશ કર્યો હતો.એ પાંચમાંથી બે મુદાનો ઉકેલ આવી ગયો છે, ત્યારે આ તેમાં હવે નખત્રાણા માર્ગના મુદાનો પણ ઉકેલ લાવવામાં આવે એવી લોકોએ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...