તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:બિદડા સરપંચ સહિત નવ સભ્યોના સસ્પેન્ડનો મુદ્દો વિવિધ સમાજે વખોડ્યો

બિદડા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટીદાર સમાજવાડી ખાતે અગ્રણીઅોની મળી બેઠક

જિલ્લા વિકાસ અધિકારીઅે ગ્રાન્ટનો નિયમ વિરૂધ્ધ ઉપયોગ કરવા મુદ્દે શુક્રવારે બિદડા સરપંચ સહિત 9 સભ્યોને સસ્પેન્ડ કરતાં શનિવારે વિવિધ સમાજોના અગ્રણીઅોની પાટીદાર સમાજવાડીઅે મળેલી બેઠકમાં ડીડીઅોના અાદેશને વખોડી કાઢવામાં અાવ્યો હતો.

તા.2-7ના બિદડા સરપંચ સુરેશભાઇ અને તેમની પેનલના 9 સભ્યોને 14મા નાણાપંચની ગ્રાન્ટનો ઉપયોગ ખેતીની જમીનમાં વિકાસકામ માટે કરવા મુદ્દે જિલ્લા વિકાસ અધિકારીઅે સસ્પેન્ડ કરવાનો અાદેશ કર્યો હતો. જેને અનુલક્ષીને તા.3-7, શનિવારના વિવિધ સમાજોના અગ્રણીઅોની બેઠક મળી હતી, જેમાં ડીડીઅોના અાદેશને વખોડી કાઢી, અાદેશ પાછો ખેંચી સરપંચ સહિત 9 સભ્યોની ફરીથી વરણી કરાય તેવી માંગણી કરાઇ હતી.

અા તકે પાટીદાર સમાજ પ્રમુખ ભણીલાલ ભગત, રાજગોર સમાજ પ્રમુખ વિનોદ રાજગોર, મહેશ્વરી સમાજ પ્રમુખ મગન મહેશ્વરી, બિદડા સર્વોદય ટ્રસ્ટના ડો.મયૂર મોતા, શરદ રાંભિયા, જૈન મહાજન પ્રમુખ કેશવજી મારૂ, માંડવી તાલુકા પંચાયત પ્રમુખ નીલેશ મહેશ્વરી, બિદડા પાંજરાપોળ પ્રમુખ શાંતિલાલ દેઢિયા, મંગલ સંઘાર, ભાવેશ અાણદે વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...