શહેરના આત્મારામ સર્કલ નજીક રેલવે તંત્રની 32 અેકર જમીનમાંથી કુલ 25 અેકર જમીન પર કેટલાક વર્ષોથી લોકો કબજો જમાવી બેઠા છે. ગત ડિસેમ્બર માસમાં કડક પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. ચાલુ સપ્તાહે 100થી વધુ દબાણકારોને નોટીસ ફટકારાઇ તેમાં અમુક ખાનગી માલીકીની જમીન પર બાંધકામ કરનારાને નોટીસ મળતા મામલો કોર્ટના દ્વારે પહોંચ્યો છે. અેક સપ્તાહનો સમય આપી સ્વેચ્છાઅે હટી જવા કહેવાયું છે ત્યારે રહેવાસીઓ કોર્ટમાં સ્ટે લેવાની હિલચાલ થઇ રહી છે.
રેલવે તંત્રએ આત્મારામ સર્કલ પાસેના રહેવાસીઅોને નોટીસ પાઠવી આઠ દિવસમાં હટી જવા જણાવ્યું છે. નોટીસ મળતા રહેવાસીઅો જિલ્લા કલેકટર પાસે રજૂઆત કરવા પહોંચ્યા હતા. ડી.આઇ.એલ.આર. પાસેથી રેલવે તંત્રની જમીન માપણી કરવામાં આવે બાદમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાય તેવી વાત કરી હતી. નોટીસમાં આઠ દિવસનો સમય અપાતા રહેવાસીઅો કોર્ટના દ્વારે પહોંચ્યા હોવાની વાત જાણવા મળી છે. નોટીસ અપાઇ છે તેવા અમુક મકાન અને જમીન તો સર્વે નંબર 358માં આવે છે તેમ છતાંય રેલવે તંત્રઅે પોતાની જમીન હોવાનુ જણાવી નોટીસ પાઠવી છે.
તો અમુક જમીન ખાનગી માલિકીની તેમજ કોઇપણ કારણોસર શ્રીસરકાર થઇ ગઇ હોવા છતાંય તેને રેલવેઅે પોતાની માલિકીની બતાવી છે. આમ, રેલવે તંત્રની દબાણ હટાવ ઝુંબેશને બ્રેક લાગે તેવી સંભાવનાઅો છે. નોંધનીય છે કે, થોડા દિવસ પૂર્વે જ 15 હજાર સ્કવેર મીટર જમીન પરથી 50 જેટલા કાચા-પાકા દબાણ દુર કરાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.