તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચર્ચા:કુકમા પંચાયતમાં લોકડાઉન અસરો વિષય પર ચર્ચા વિચારણા કરાઈ

ભુજ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગ્રામ પંચાયત ખાતે સામાજિક અને આર્થિક બદલાવની ચર્ચા કરાઇ

કુકમા જુથ ગ્રામ પંચાયત કચેરીએ કોરોના તેમજ લોકડાઉનના કારણે સ્ત્રીઓ અને પરિવાર પર સામાજિક અને આર્થિક પરિસ્થિતિ પર કેવી અસર જોવા મળી તે બાબતે સેતુ અભિયાનનાના સહયોગથી મીટિંગનું આયોજન કરાયું હતું. જેમાં પુરુષો ગૃહિણીઓને ઘરકામમાં મદદ કરવા, વ્યસનીઓ પર પડેલી અસરો, ઘરેલું હિંસા, બીમાર વ્યક્તિઓને પડેલી અસરો, રોજે રોજનું કમાઇને જીવન નિર્વાહ કરતા પરિવારો, લોકોની રોજગારી વગેરે જેવા મુદ્દા પર ચર્ચાઓ કરવામાં આવી હતી.

ધાર્મિક સામાજિક ફરવાના સ્થળો બંધ હોતા તે અંગે મંતવ્ય જાણવામાં આવ્યા હતા તેમજ પંચાયત લોકડાઉન દરમિયાન લોકોને મદદરૂપ બની તે બાબતે ચર્ચા કરાઇ હતી. લોકડાઉન સમય દરમિયાન પંચાયત દ્વારા વિવિધ યોજના અને સાવચેતીના પગલા લેવાયા હતા તેમજ સ્વયંસેવકો દ્વારા સારો સહકાર આપવામાં આવ્યો હતો. બહારથી આવેલા લોકોને સરકારી આરોગ્ય કેન્દ્રમાં નામ નોંધવામાં આવતા તેઓને હોમ કોરેન્ટાઇન કરવામાં આવતા તેમજ તેઓના ટેસ્ટ કરવામાં આવતા અને તેઓની કાઈપણ વસ્તુ જોઇતી હોય તો પોલીસ તથા હોમગાર્ડ દ્વારા તેઓના ઘરે પહોંચાડવામાં આવતી અને તેઓનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું.

પરપ્રાંતીયોને તેઓના વતન મોકલવા માટે પંચાયત દ્વારા થયેલી પહેલ વગેરે વિવિધ મુદ્દાઓ બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં વીણા મહોર, ધવલ આહિર અને રાજેન્દ્ર વાઘેલાએ ફેસિલેટ કરી હતી. સરપંચ કંકુબેન વણકરે બહેનો ચર્ચામાં સહભાગી બને તે માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું પડ્યું હતું. પંચાયત સભ્યો દક્ષાબેન અને રચનાબેન સાથે તલાટી સહ મંત્રી નરેન્દ્ર ચસીય ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો