આક્ષેપ:લાલન કોલેજનો આંતરિક ગુણનો મુદ્દો બે વર્ષ બાદ પણ ન ઉકેલાયો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંસ્કૃતમાં અોછા માર્કસ આપી છાત્રોને હેરાન કરાતા હોવાનો ઉઠ્યો આક્ષેપ

ભુજની લાલન કોલેજમાં દ્વિતીય વર્ષ સેમ.-3ના ગાૈણ વિષય સંસ્કૃતમાં તેજસ્વી છાત્રોને આંતરિક ગુણ 30માંથી 11 ન આપી નાપાસ કરાતાં વિરોધનો વંટોળ ઉભો થયો હતો અને અા મુદ્દો બે વર્ષ બાદ પણ ઉકેલાયો નથી.આંતરિક ગુણ માટે કોલેજમાં કોઇ પરીક્ષા લેવાઇ ન હતી અને નિયત તારીખે ઘેર બેસીને અેસાઇનમેન્ટ કોલેજમાં મોકલવાના હતા, જે હોંશિયાર છાત્રો દ્વારા સમયસર મોકલી અપાયા હતા તેમ છતાં છાત્રોને 30માંથી 11 ગુણ ન આપી નાપાસ કરી અન્યાય કરાયો છે. આ મુદ્દે અનેક રજૂઆતો બાદ પણ માર્કશીટમાં કોઇ સુધારો થયો નથી.

આંતરિક ગુણમાં 12થી 15 ગુણ કઇ રીતે અોછા અપાયા તેનો લેખિત ખુલાસો કોલેજના સંસ્કૃત વિભાગ પાસેથી લઇ આ મામલો દબાવવાના બદલે જવાબદારો સામે પગલા ભરવા માંગ ઉઠી રહી છે. છેલ્લા 10થી 15 વર્ષના આ કોલેજના સંસ્કૃત વિષય અને અન્ય વિષયોના પરિણામ જોવામાં આવે તો સંસ્કૃતના કેટલા છાત્રો સાથે આ રીતે અન્યાય કરાયો છે તે મામલો બહાર આવે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...