તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભુજના પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી કચેરીના કર્મચારીઓને ફરજ સોંપવામાં અનદેખી કરતા હોવાથી ઇન્સ્પેકટર સાથે શાબ્દિક ચકમક ઝરી હતી. ઇન્સ્પેકટરનું વતન કડી હોવાથી નાયબ મુખ્યમંત્રીને ફરિયાદ કરશે તેવી વાત જાણવા મળી હતી. સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, આર.ટી.ઓ. અધિકારી ચિંતન ડી. પટેલ અને ઇન્સ્પેકટર બી. પી. ઠાકોર વચ્ચે ત્રણેક દિવસથી શાબ્દિક યુદ્ધ ચાલું છે.
છેલ્લા કેટલાક સમયથી તેમને ફરજ સોંપવામાં અનદેખી કરવામાં આવતી હોવાની અને અન્ય ઇન્સ્પેકટરોને છાવરતા હોવાની વાત બહાર આવી હતી. અધિકારી માટે તમામ ઇન્સ્પેકટર સમાન હોવા જોઇએ જો કે તેઓ પોતાની નજદીક હોય તેવા ઇન્સ્પેકટરોની કામગીરી સામે આંખ આડા કાન કરતા હોય તેવું કયાંક ને કયાંય દેખાઇ રહ્યું છે.
આર.ટી.ઓ.નું વહીવટ કરવામાં સતત નિષ્ફળ પુરવાર થયેલા અધિકારીના કાર્યકાળ દરમિયાન ત્રણ ત્રણ વખત કમીશનર કક્ષાએથી ટીમો આવી ગઇ છે, તો બેકલોગ લાઇસન્સ મુદ્દે પણ તેમને રૂબરૂ કમીશનર કક્ષાએ તેડુ આવ્યું હતું. અગાઉ સુરજબારી ચેકીંગ મુદ્દે પણ અન્ય એક અધિકારી સાથે મનદુ:ખ થયું હતું, બાદમાં ભીનુ સંકેલી લેવાયું હતું. ત્યારે ખુદ ઇન્સ્પેકટર આર.ટી.ઓ.ની ફરિયાદ કડી-કલોલના ડેપ્યુટી સીએમ નીતીનભાઇ પટેલને કરશે તે વાતને સમર્થન પણ મળ્યું હતું. તેમની અનદેખી કરવામાં આવે છે તેમજ તેમની નજીકના ઇન્સ્પેકટરોને યેનકેન પ્રકારે છાવરવામાં આવતા હોવાનો સુર તેમણે વ્યકત કર્યો હતો.
આર.ટી.ઓ.થી ઉચ્ચ અધિકારીઓ પણ નારાજ
આર.ટી.ઓ. સી.ડી. પટેલ કચેરી સરળ અને પારદર્શી ચલાવવામાં નિષ્ફળ હોય તેવું ચિત્ર ઉપસ્યું છે, તેમના ઉચ્ચ અધિકારી ટ્રાન્સપોર્ટ કમીશનર પણ તેમનાથી નારાજ હોવાનો સુર વ્યકત થયો છે. અવાર નવાર જુદી જુદી ફરિયાદો તેમજ એજન્ટોના મુદ્દાને લઇ આર.ટી.ઓ.ની ઝાટકણી કાઢવામાં આવે છે. તો હવે આર.ટી.ઓ.ની વિરૂદ્ધમાં ખુદ ઇન્સ્પેકટરે જ બાયો ચડાવતા મામલો ગરમાયો છે અને રાજકીય સ્વરૂપ ધારણ કરે તેવા એંધાણ દેખાઇ રહ્યા છે.
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.