બલરામ જયંતિની ઉજવણી:ભુજ તાલુકાના ભારતીય કિસાન સંઘે નાગોર તથા ત્રંબૌમાં બલરામ જયંતિની ઉજવણી કરી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભગવાન બલરામે બતાવેલા રાહ પર સંગઠિત થઇ ખેતી કરવા આહવાન

ભારતીય કિસાન સંઘ દ્વારા નાગોરની સોરઠીયા સમાજવાડીમાં તેમજ ત્રંબૌમાં ભગવાન બલરામ જયંતિની ઉજવણી કરાઈ હતી, જેમાં ભગવાન બલરામની પૂજન, અર્ચન સહિત આરતી કરાઇ હતી. તાલુકા પ્રમુખ કાનજીભાઇએ જણાવ્યું હતું કે ભગવાન બલરામે બતાવેલા રાહ પર ચાલીને સંગઠિત થઈને ખેતી કરવી જોઈએ, આવનારા સમયમાં જે કંઇ પ્રશ્ન હશે તે સંગઠન દ્વારા ઉકેલવામાં આવશે.

જિલ્લા મંત્રી ભીમજીભાઇએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી તરફ જવું પડશે. જિલ્લા પ્રમુખ શિવજીભાઇ બરાડીયાએ સંગઠનમાં રાષ્ટ્રહિત સર્વોપરી છે જણાવ્યું હતું તથા આવનારો સમય ખેડૂત અને ખેતી માટે સારો રહેશે. નાગોર ગ્રામ સમિતિના પ્રમુખ મોહનભાઇ કાતરીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં મનસુખભાઈ માકાણી, શિવજીભાઇ કાતરીયા, નાગોર સરપંચ વિજયાબેન, વાલુબેન, રમણીકભાઈ, નારણ વરસાણી, પ્રેમજીભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...