તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:દુર્ગમ સરહદી વિસ્તારોમાં જ્યાં કોઈ નથી હોતું ત્યાં ભારતીય સેના સેવા આપે છે

હાજીપીર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હાજીપીરમાં બીએસએફ દ્વારા સિવિક પ્રોગ્રામનું આયોજન કરાયું

હાજીપીરમાં નવા પોલીસ આવાસ ખાતે સિવિલ એક્શન પ્રોગ્રામ 2020/21 એરેન્જ બટાલિયન 105 બોર્ડર સિક્યુરીટી અંતર્ગત સિવિક પ્રોગ્રામનું આયોજન કરાયું હતું. સમગ્ર ભારતમાં દુર્ગમ સરહદીય વિસ્તારોમાં જ્યાં કોઈ નથી હોતું ત્યાં બીએસએફના લોકો પહોંચી સેવા આપે છે જે કાર્યક્રમના મુખ્ય હેતુ સાથે બોર્ડરના દરેક ગામડાના લોકો સાથે એક સેતુથી બંધાય અને આપસમાં ભાઈચારો વધે તેમજ આવા કાર્યો થકી પોલીસ પ્રજાનો સાચો મિત્ર બની શકે છે.

બીએસએફ બટાલિયન 105 દ્વારા હાજીપીર ખાતેના કાર્યક્રમમાં બીએસએફના વી.એસ. રાઠોડ, કમાન્ડર હરેન્દ્રકુમાર, ધોરડો સરપંચ મીયા હુસેન, લુણા સરપંચ સેયા જત, કુરન સરપંચ ઝાલુભા, અબ્દુલા બાવા મંચસ્થ રહ્યા હતા. બીએસએફના અધિકારીએ જણાવ્યું હતું કે દુર્ગમ વિસ્તારોમાં લોકો સ્કિલ ડેવલપમેન્ટના પ્રોગ્રામમાં સાથ આપી રહ્યા છે. જેના થકી સરહદી વિસ્તારમાં આજે લોકો 10 પાસ વિદ્યાર્થીઓ માટે યોજના બનાવી રહ્યા છે અને તેઓ બીએસએફમાં જોડાય તેના પર ભાર મૂક્યો હતો.

આ કાર્યક્રમમાં 11 સ્કૂલોને બાંકડા, પાણીના કુલર, પાણીનો આરો, સ્કૂલબેગ, સેનેટાઈઝરની વસ્તુઓ વગેરે તેમજ કુરન હાઈસ્કૂલને 24 બાંકડાઓ અગ્રણીઓના હસ્તે અર્પણ કરાયા હતા. આ કાર્યક્રમમાં વિવિધ શાળાના આચાર્ય ચિરાગભાઈ, રામગર ગુસાઇ, દિનેશ પટેલ, ચૌધરી દેવુબેન, ગાવીત રેખાબેન, પટેલ દિનેશ, ગાવીત વનિતા વગેરેને વસ્તુઓ અર્પણ કરાઇ હતી. આ પ્રસંગે લુણા ઉપસરપંચ હારુન મુબારક અબ્બાસભાઈ, હાજી દાઉદ, હાજી મુસા, અયુબ જાયેજા, હારુન નુરમામદ, સિધિકભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન કમાન્ડર રાજેન્દ્ર સિંહ રાઠોડ અને આભારવિધિ નરા હાઇસ્કુલ આચાર્ય રણજિતસિંહ જાડેજાએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો