તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઢોંગી સાધુ:ઢોંગી સાધુ અગાઉ સીબીઆઇ અધિકારી બનીને આડેસરમાં જીપ ઉઠાવી ગયો હતો

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપીના અન્ય કરતુતો વિશે પોલીસની તપાસનો ચાલુ

માધાપર હાઇવે પરથી સ્ટેટ ડ્રાઇવના નામે કારની ઉઠાંતરી કરી જનાર આરોપી સાધુને રાજસ્થાનથી ઝડપી લીધા બાદ પોલીસે તેના અન્ય ગુનોઓ પર તપાસ તેજ કરી હતી દરમિયાન આ કથિત સાધુ 20 વર્ષ પૂર્વે પૂર્વ કચ્છના રાપર તાલુકાના મોમાયમોરા ટ્રસ્ટમાં સીબીઆઇ અધિકારીની ઓળખ આપી જીપની ઉઠાંતરી કરી ગયો હોવાનું સામે આવી હતું જે બાબતે આડેસર પોલીસ મથકમાં તેના વિરૂધ ગુનો નોંધાયો હતો. આડેસર પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ ગુનાનો બનાવ ગત 13,એપ્રિલ2002ના રોજ બન્યો હતો.

આરોપી પ્રદિપ પોપટલાલ મોમાયમોરા ટ્રસ્ટમાં પોતાની ઓળખ સીબીઆઇના અધિકારી અને પોતાનું નામ પ્રદિપસિંહ જાડેજા જણાવીને મોમાયમોરા ટ્રસ્ટની બોલેરો જીપ ગાંધીધામ મંદિરે દર્શેન જવાનું કહી ફરાર થઇ ગયો હતો. આ અંગે આડેસર પોલીસ મથકમાં ફરિયાદી વેલાભાઇ સોઢાએ આરોપી નીખીલ ઉર્ફે પ્રદિપ પોપટલાલ રહે પત્રી તાલુકો મુન્દ્રા વિરૂધ ગુનો નોંધાવ્યો હોવાનું સામે ગુનો નોંધાવ્યો હતો. આડેસર પોલીસે આરોપી વિરૂધ આઇપીસી કલમ 406,419,114 મુજબ ગુનો નોંધ્યો હતો.

તો બીજીતરફ આ કેસની તપાસ કરી રહેલા ભુજ બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ ટી.એચ.પટેલે જણાવ્યું હતું કે, આરોપી સાધુ હુજુ રિમાન્ડ પર હોઇ પાસેથી મળી આવેલા બોગસ આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ અને જિલ્લા સહિત અન્ય શહેરના પોલીસ મથકમાં નોંધાયેલા કથિત ગુનોઓની જીણવટભરી તપાસ ચાલુમાં છે.

અન્ય સમાચારો પણ છે...