તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફોટો સ્ટોરી:દેશલસર તળાવમાં જળકુંભીએ ફરીથી પગ (ડાળી) પ્રસાર્યા

ભુજ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

છેલ્લા બે વર્ષથી ભુજના બીજા નંબરના તળાવ દેશલસર માટે જળકુંભીનો ફેલાવો માથાનો દુ:ખાવો બન્યો છે. ચાલુ વર્ષની શરૂઆતમાં તળાવને સાફ કરવાનો કોન્ટ્રાક્ટ 8 લાખ રૂપિયામાં ખાનગી એજન્સીને અપાયો હતો. મોટા ભાગની વનસ્પતિ કાઢવામાં પણ આવી હતી. પરંતુ આ જળકુંભી ઝડપથી ફેલાય છે અને નાશ કરવો લગભગ અશક્ય છે. હાલ દેશલસરમાં જળકુંભીએ ફરીથી પગ પ્રસાર્યા છે. જો શરૂઆતથી જ ઉખાડી ફેંકી દેવામાં આવશે તો જ સંપૂર્ણ નાશ થઇ શકશે. આ અંગે સુધરાઇ પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું હતું કે, સ્થળ પર તપાસ કરી જો કામગીરી બરોબર નહીં થઇ હોય તો એજન્સીને નોટિસ આપવામાં આવશે અને બાકી રખાયેલું ચૂકવણું અટકાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...