ક્રાઇમ:પત્ની સાથે ઝઘડો થતા પતિએ જાતે જ પેટમાં ચાકુ માર્યું

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલેકટર ઓફિસ પાછળ જમવા બેઠાને મામલો બીચક્યો

ભુજના જીઆઇડીસી હંગામી આવાસમાં રહેતા દંપતિ કલેકટર ઓફિસ પાછળ બપોરે જમવા બેઠા હતા ત્યારે સામન્ય મુદે ઝઘડો થતાં પતિએ પોતાના જ પેટમાં ચાકુ મારી લેતાં ઇજા ગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો.

જી.કે. જનરલ હોસ્પિટલમાં ઘાયલ કાનજીભાઇ મણીલાલ વ્યાસ (ઉ.વ.25)ને તેમના પત્ની પુનમબેન કાજીભાઇ વ્યાસ સારવાર માટે લઇ આવ્યા હતા. અને એમએલસીમાં નોંધ કરાવી હતી. કે, કલેકટર ઓફિસ પાછળ બપોરે બે વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. ઇજા પામનાર તેમના પતિ સાથે સાબદિક બોલાચાલી થતાં આવેશમાં આવીને પતિ કાનજીભાઇએ પોતાના પેટ પર ચાકુ મારી દીધો હતો.

બનાવ અંગે એ ડિવિઝન પોલીસે જાણવા જોગ નોંધ કરી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે દંપતિ કલેકટર ઓફિસ પાછળ ઝેરોક્ષ અને ટાઇપીંગની નોકરી કરે છે. બપોરે જમવા બેઠા હતા ત્યારે બન્ને વચ્ચે સામાન્ય મુદે ઝઘડો થયો હતો. જેમાં કાનજીભાઇએ પોતાના પેટ પર ચાકુથી સરકો મારી દેતાં હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...