તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાઉ-તેની અસર:વાવાઝોડાના પગલે કાંઠા વિસ્તારના ગામોમાં પવન સાથે વરસાદ શરૂ, વીજ પુરવઠો ખોરવાયો

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભચાઉ તાલુકાના દરિયામાં કરન્ટ આવતા મોજાનું જોર વધ્યું

ગુજરાત પર ત્રાટકેલા વાવાઝોડાની અસર કચ્છ જિલ્લામાં પણ વાર્તાવાની શરૂ થઈ ચૂકી છે. તંત્ર રાહત અને બચાવ માટે સજ્જ બની સતર્ક છે. તેમ છતાં પશ્ચિમ દક્ષિણથી ઉત્તર તરફના પવનની ગતિ હવે પૂર્વ કચ્છના ભચાઉ તાલુકામાં વધી જવા પામી છે. અને કાંઠા વિસ્તારના જંગી, વાંધિયા, મોડપર, શિકારપુર, સુરજબારીના ગામોમાં પવન સાથે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. અને તેના કારણે આ ગામનો વીજ પુરવઠો ખોરવાઈ જવા પામ્યો છે. સવારથી રાજ જોઈ બેઠેલા ચેરા વાંઢના લોકો નજીકની શાળામાં સુરક્ષિત સ્થાને આશ્રિત થઈ ગયા છે.

પવન સાથેના વરસાદથી કાંઠા વિસ્તારના ગામના લોકોમાં હવે ઉચાટ ફેલાયો છે.જેમાં જંગી ગામેથી રમજુભાઈ છાત્રા, લાકડીયાથી બબુ મારાજ, સુરજબારીથી સલીમ જેડા વગેરે વિગતો આપતા જણાવ્યું હતું કે વાબઝોડાની અસર થતાંજ ભયનો માહોલ ખડો થયો છે.તાલુકા મથક ભચાઉમા પણ પવન સાથે છાંટા ચાલુ થઈ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...