તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી બગાયત વિકાસ મિશન યોજના અંતર્ગત કચ્છ સહિતના પસંદ કરેલા જિલ્લાઓમાં પડતર કે બિન ઉપજાઉ હોય તેવી 50 હજાર હેક્ટરથી વધુ જમીનો આપવાનો નિર્ણય લેવાયો છે. યોજના અન્વયે ઓછામાં ઓછી 125 એકરથી લઈ એક હજાર એકર જમીન 30 વર્ષના ભાડાપટ્ટે અપાશે. આવી જમીનોમાં બાગાયતી ખેતી કરાવા માટે વીજ જોડાણ પણ આપવામાં આવશે. યોજનાના અમલીકરણથી કચ્છ જેવા જૈવ વિવિધતા અને પશુપાલન વ્યવસાય ધરાવતા વિસ્તાર માટે આવનારા સમયમાં પર્યાવરણીય અસમતુલનો સર્જન થઈ શકે છે તેવી ભીતિ કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠને વ્યક્ત કરી છે.
યોજનાનો ઉદેશ્ય સારો હોઈ શકે છે પણ ચરિયાણની જમીન બચી રહે તે માટે તકેદારી રાખવી જરૂરી છે કેમ કે, કચ્છમાં 18,96,491 જેટલું પશુધન છે. ગરડો વિસ્તાર તરીકે ઓળખાતા અબડાસા અને લખપત, માકપટના નામે જાણીતા નખત્રાણા, નિરોણા થી લોડાઈની પાવર પટ્ટી, માંડવી અને મુન્દ્રાનો કંઠીપટ, પછમના ખાવડામા ખુલ્લા ચરિયાણ વિસ્તારો છે જ્યાં પશુઓના ચારિયાણ માટે પુષ્કળ પ્રમાણમાં પોષ્ટિક કુદરતી ઝાડ, ઝાડવા, ઘાસ, વેલાઓ જેવા કે આવળ, બાવળ, બોરડી, ખેંર, કંઢા અને જાર, કેરાળા, ઇન્ગોરીયા, થોંર, ગુગળ, ખાખરા વનસ્પતિ જોવા મળે છે.
પડતર જમીનો ઉદ્યોગો અને પવન ચક્કીઓ માટે મોટા પ્રમાણમાં આપવામાં આવી રહી છે, હવે બગાયત મિશન વિકાસ મિશન યોજના અંતર્ગત ખેડવાણ માટે જો આપી દેવાશે તો ખુલા ચરિયાણો એક ઈતિહાસ બની જશે. બન્નીના ઘાસિયા મેદાનોનું નિર્માણ આસપાસના ડુંગરાળ અને પડતર વિસ્તારોમાંથી આવતા પાણીના કારણે થયું હતું પણ સમય જતા સિંચાઈના કારણે આજે આ મેદાનો ભૂતકાળ બની ગયા છે. આ ઉપરાંત આ યોજનાના અમલથી વન્ય જીવોના આશ્રય સ્થાનોને નુકશાન થશે તેમ કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનની યાદીમાં જણાવાયું હતું.
પડતર જમીનમાં ખેતી થશે તો પશુપાલકો ઢોરોને ક્યાં મુકશે
કચ્છમાં 2012ની ગણતરી પ્રમાણે ૪,૦૧,૨૯૬ બકરા, ૫,૧૫૯૯૨ ઘેટા, ૫,૮૩,૪૨૦ ગાયો, ૩,૭૫,૪૦૯ ભેસ અને ૮૦૦૦ ઊંટો જે આજે પણ કહેવાતી આ પડતર જમીન ઉપર મુખ્ય રીતે આશ્રિત છે, હાલ ડેરી ઉદ્યોગ ફૂલ્યો છે, જેમાં બન્નીના ઘાસિયા ભૂમિ, માકપટ, ગરડા વિસ્તાર અને ખડીર જેવી ખુલ્લી જમીનોનું યોગદાન છે, ડેરી દ્વારા ઊંટડીના દુધનું પ્રતિ દિવસ 2 હજાર લીટર દૂધ એકત્રીકરણ થઈ રહ્યું છે. ઊંટ જેવા પશુઓ માટે આ પડતર જમીન અતિ મહત્વની છે એમાં જો બાગાયત ખેતી કરવામાં આવશે તો પશુઓ માટે ચરિયાણ ઉણપ ઉભી થશે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.