તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસની સેવા બિરદાવાઇ:કોરોના વોરિયર્સનું સન્માન એ દેશનું સન્માન છે : સંસ્થાએ કર્યું બહુમાન

ભુજ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દીપ ફાઉન્ડેશન દ્વારા ડોક્ટર્સ, મીડીયા કર્મી, પોલીસની સેવા બિરદાવાઇ

દેશના વિકાસ માટે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે યોગ્ય માર્ગદર્શન અને સંસ્થાનો ફાળો જરૂરી છે, અને આ ઉદ્દેશમાં જોડાવા માટે ભુજમાં દીપ ફાઉન્ડેશન શરૂ કરવામાં આવે છે, તેવું સંસ્થાના સ્થાપક હીનાબેને તેમના સ્વાગત પ્રવચનમાં કહ્યું હતું. ભુજમાં મનોચિકિત્સક તરીકે વ્યવસાય કરતા અને સફળ કારકિર્દી ધરાવતા ડો. ધ્વનિત દવે તેમના સ્વર્ગસ્થ પિતા પ્રદીપભાઈ દવેની સ્મૃતિમાં અને તેમના માતા હીનાબેન દવેની પ્રેરણાથી આ સંસ્થા શરૂ કરી હતી.

સમાજ માટે અનેક પ્રવૃત્તિઓ કરવાની નેમ વ્યક્ત કરવા સાથે ડૉ. ધ્વનિત દવેએ જણાવ્યું કે, સત્તર વર્ષની ઉંમરે જ પિતાને ગુમાવ્યા બાદ માતાએ બંને ભાઈઓને ભણાવી ગણાવીને એક સન્માનીય સ્થાને પહોંચાડ્યા છે, ત્યારે તેમની ખાસ વર્ષોની ઈચ્છા હતી કે, સમાજ માટે પ્રેરણારૂપ કાર્ય કરવું જોઈએ, જેની આજે શરૂઆત છે. તો હીનાબેને તેમના સ્વાગત પ્રવચનમાં કહ્યું હતું કે, કોરોના મહામારી સામે વિશ્વ ઝૂકી ગયું હતું, ત્યારે ભારત સતત લડત આપી અને પ્રમાણમાં ખૂબ ઓછી ખુવારી ભોગવી છે.

જેમાં આ બધાનો સિંહ ફાળો છે. અમારી સંસ્થા આગળ પણ સમાજ સેવાલક્ષી અનેક પ્રવૃત્તિ કરશે, ત્યારે આ તો શરૂઆત જ છે. સન્માનના કાર્યક્રમમાં સૌ પ્રથમ રાજ્યસ્તરના પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડીયા તેમજ સ્થાનિક મીડિયાને કોરોના કાળ દરમિયાન સતત ફિલ્ડમાં જઈ જોખમ વચ્ચે લોકો સુધી વાસ્તવિકતા પહોંચાડવા બદલ સેવાને બિરદાવી હતી. તો અનેક સંસ્થાઓની આ કપરા કાળમાં દોઢ વર્ષ સુધી સેવા કરી હતી તેના પ્રતિનિધિઓને સન્માન્યા હતા.

સંસ્થાના સ્થાપક સભ્યો ઉપરાંત જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, માધાપર નવાવાસ સરપંચ અરજણ ભાઈ વગેરે અગ્રણીઓએ દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. સાંસદ વિનોદભાઈ ચાવડા, ભુજ સુધરાઇ પ્રમુખ ઘનશ્યામ આર. ઠક્કર, ડો. કશ્યપ બૂચ, હિતેશ ખંડોર, કર્નલ સંતોષ નેહવાલ, રાજેન્દ્રસિંહ રાવ, બળવંતસિંહ ચાવડા, તેજલ મહેતા, મંચસ્થ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...