ગાંધીધામ તાલુકાના અંતરજાળ ખાતે 80થી વધુ ટીમોને સાંકળતી હિંદુ પ્રીમિયર લીગ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ઉપસ્થિત સંતો-મહંતો અને અગ્રણીઓ એ જાતે ક્રિકેટ રમીને ગૌ સેવાના લાભાર્થે આયોજિત ટુર્નામેન્ટનું ઉદઘાટન કર્યું હતું.
પાતાળિયા હનુમાન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રવિવારે સાંજે ભારાપર જાગીરના મહંત ભરતરાજા, પાકડસર જાગીરના મહંત કૃષ્ણાનંદજી બાપુ, અંતરજાળ રાધેકૃષ્ણ મંદિરના મહંત રામકરણદાસ બાપુ, અંતરજાળ નીલકંઠ મહાદેવ મંદિરના મહંત જીતુગીરીબાપુ એ આશીર્વચન આપી હિંદુ પ્રીમિયર લીગનો પ્રારંભ કરાવ્યો હતો.
અગ્રણીઓ રમેશભાઈ મહેશ્વરી, ત્રિકમભાઈ આહીર, બાબુભાઇ આહીર, ભાવેશભાઈ ચાવડા, વી.કે. હૂંબલ, કિરણભાઈ ખટારીયા, ભરતસિંહ જાડેજા, રમેશભાઈ આહિર સાથે મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. હિંદુ પ્રીમિયર લીગની આ બીજી સિઝનને સફળ બનાવવા અંતરજાળના ગ્રામજનો જહેમત લઈ રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.