તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:કંડલા-ગાંધીધામમાં સૌથી ઉંચા તાપમાનથી ગરમીની આણ

ભુજ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં સર્વાધિક ગરમી નોંધાતા લોકો પરેશાન
  • કંડલા પોર્ટ 41.7, અેરપોર્ટ 39.3, ભુજ 37.8 ડીગ્રી

કંડલા ગાંધીધામ સંકુલના રહેવાસીઅોઅે રવિવારે ગુજરાતમાં સર્વાધિક ગરમીનો અનુભવ કર્યો હતો. કંડલા બંદર મહત્તમ 41.7 ડીગ્રી ઉષ્ણતામાન સાથે રાજ્યમાં મોખરે અને અેરપોર્ટ 39.9 ડીગ્રી સાથે ત્રીજા ક્રમે રહ્યું હતું. રજાનો દિવસ હોવાથી શહેરીજનોઅે બપોરે કામ વગર નીકળવાનું ટાળ્યું હતું. પ્રખર તાપમાં લોકો અકળાયા હતા.

કંડલા પોર્ટ લઘુતમ તાપમાનમાં પણ અાગળ રહેતા રાત્રેય ઉકળાટ-બફારો અનુભવાયા હતા. બીજી બાજુ જિલ્લામથક ભુજ 38.8 ડીગ્રી મહત્તમ તાપમાન સાથે રાજ્યનું પાંચમું ગરમ મથક બની રહ્યું હતું. જોકે શહેરમાં વચ્ચે-વચ્ચે પાંખા વાદળા ડોકાયા હતા. નલિયામાં ગરમીનું પ્રમાણ 35.9 ડીગ્રી સાથે રાહતરૂપ રહ્યું હતું. નોંધનીય છે કે, આગામી એકાદ બે દિવસમાં કચ્છમાં પ્રિમોન્સૂન વરસાદ પણ આવવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...