મોન્સૂન ઓડિટ:દેશમાં સપ્ટેમ્બરમાં સૌથી વધુ વરસાદ કચ્છ - સૌરાષ્ટ્ર સબડિવિઝનમાં નોંધાયો, સામાન્ય કરતા 453 % વધારે

ભુજ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચ્છમાં સપ્ટેમ્બરમાં સામાન્ય કરતા 491 ટકા વધારે વરસાદ નોંધાયો !
  • હવામાન ખાતાઅે જાહેર કરેલા આંકડામાં ચોંકાવારા તથ્યો
  • છ વર્ષમાં ચાલુ વર્ષે સપ્ટેમ્બરમાં સાૈથી વધુ વરસાદ

કચ્છ અને ગુજરાતમાંથી ચોમાસાઅે વિદાય લઇ લીધી છે. કચ્છમાં સતત ત્રીજા વર્ષે સિઝનનો સરેરાશ વરસાદ 100 ટકાને અાંબી ગયો હતો. ચોંકાવનારી વાત અે છે કે અોગસ્ટના અંત સુધી કચ્છમાં માત્ર 31 ટકા વરસાદ હતો ! ત્યારબાદ અેકલા સપ્ટેમ્બરમાં જ સિઝનનો અધધ 80 ટકા વરસાદ પડી જતા વરસાદનો નવો વિક્રમ નોંધાયો હતો. હવે ભારતીય હવામાન ખાતા દ્વારા સપ્ટેમ્બર માસના વરસાદના વિશ્લેષણમાં ચોંકાવનારો દાવો કરવામાં અાવ્યો છે. જેમાં સસ્ટેમ્બરમાં કચ્છમાં અધધ 491 ટકા વધારે વરસાદ નોંધાયો છે. હવામાન ખાતાના સબડિવિઝનની વાત કરવામાં અાવે તો સમગ્ર ભારતમાં સપ્ટેમ્બરમાં સાેથી વધુ કચ્છ-સાૈરાષ્ટ્રમાં જ નોંધાયો છે. કચ્છ-સાૈરાષ્ટ્રમાં સપ્ટેમ્બરમાં દેશમાં હાઇઅેસ્ટ 453 ટકાના તફાવત સાથે વધારે વરસાદ નોંધાયો હતો !

અા અંગે મળતી વિગતો મુજબ કચ્છમાં ચાલુ વર્ષે જૂનમાં અેક અઠવાડિયા વહેલુ ચોમાસુ અાવી ગયું હતું. જેના પગલે ચાલુ વર્ષે પણ સારા વરસાદની અાશા હતી. પરંતુ ત્યારબાદ જૂલાઇ અને અોગસ્ટમાં વરસાદ ખૂબ જ અોછો નોંધાયો હતો. જૂલાઇ સુધી માત્ર 30 ટકા વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ અોગસ્ટમાં વરસાદ વરસવાની અાશા પણ ઠગારી નિવડી હતી.

કચ્છમાં અાખો અોગસ્ટ કોરો ગયો હતો ! જેના પગલે કચ્છમાં દુકાળના અેંધાણ મળી રહ્યા હતા. પરંતુ ત્યારબાદ સપ્ટેમ્બરમાં જાણે ચમત્કાર થાય તેમ રેકોર્ડ બ્રેક વરસાદ વરસી ગયો હતો. અોગસ્ટ સુધી કચ્છમાં માત્ર 30 ટકા વરસાદ હતો. જ્યારે સપ્ટેમ્બરમાં 80 ટકા વરસાદ વરસી ગયો હતો. જેના પગલે મોસમનો કુલ વરસાદ કચ્છમાં 110 ટકા થઇ ગયો હતો. કચ્છમાં સપ્ટેમ્બરમાં ભાગ્યે જ અાટલો વરસાદ વરસતો હોય છે. ભારતીય હવામાન વિભાગે પણ ચોંકાવનારા અાંકડા રજૂ કર્યા છે. જેમાં સપ્ટેમ્બરમાં કચ્છમાં સામાન્ય રીતે 52 મીમી વરસાદ વરસતો હોય છે. તેની સામે 310 મીમી વરસાદ થયો હતો. તો કચ્છ-સાૈરાષ્ટ્ર ડિવિઝનમાં 453 ટકા વધારે વરસાદ નોંધાયો હતો. સામાન્ય રીતે અા વિસ્તારમાં સપ્ટેમ્બરમાં 76 મીમી વસરાદ નોંધાતો હોય છે. તેની સામે જુદા-જુદા સેન્ટરો મળીને કુલ મળીને 453 વરસાદ નોંધાયો હતો.

દેશમાં સાૈથી વધારે વરસાદ અા જિલ્લાઅોમાં

જિલ્લોવરસાદમાં વધારો
દ્વારકા988
જામનગર750
પોરબંદર694
જુનાગઢ641
રાજકોટ576
કચ્છ491

કચ્છમાં ગુલાબનો અંત અને શાહીનની શરૂઅાત થઇ !

ભાગ્યે જ સર્જાતી હોય તેવી ભાૈગોલિક ઘટનાનું સાક્ષી ચાલુ વર્ષે કચ્છ બન્યું હતું. અેકબાજુ છેક બંગાળની ખાડીમાંથી ઉદભેલો ગુલાબ વાવાઝોડુ દબાણ બનીને કચ્છ સુધી અાવ્યું હતું. જેની અસર તળે વ્યાપક વરસાદ થયો હતો. ત્યારબાદ અા દબાણ કચ્છના અખાતમાં ફરી ચક્રવાતમાં પરિવર્તિ થયું હતું ! જે શાહીના નામે કચ્છના અખાતથી અરબી સમુદ્રમાં સફર કરી છેક અોમાન સુધી પહોંચી ગયું હતું. જ્યાં અા વાવાઝોડાઅે વ્યાપક તબાહી મચાવી હતી.

ચાલુ વર્ષે સાૈથી વહેલુ ચોમાસુ કચ્છમાંથી વિદાય થયું !
દેશમાં સામાન્ય રીતે રાજસ્થાનમાંથી ચોમાસુ વિદાય લેતુ હોય છે. પરંતુ ચાલુ વર્ષે 6 અોક્ટોબરે દેશમાં ચોમાસાના વિદાયની શરૂઅાત કચ્છ રાજસ્થાનના દક્ષિણી ભાગથી થઇ હતી. ભારતીય હવામાન ખાતાઅે 6 અોક્ટોબરે જ દેશમાં ચોમાસાની વિદાયની જાહેરાત કચ્છ અને રાજસ્થાનથી થઇ હોવાની માહિતી જાહેર કરી હતી.