તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના મહામારી:જી.કે.માં સપ્ટેમ્બરમાં કોરોનાના સૌથી વધુ 578 દર્દીને રજા અપાઇ

ભુજ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૌથી વધુ કેસ ઓગષ્ટ-સપ્ટેમ્બરમાં, સૌથી વધુ 4189 સ્વેબનું ટેસ્ટિંગ જુલાઇમાં થયું

ભુજની અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલને માર્ચમાં કોવિડ હોસ્પિટલ તરીકે ઘોષિત કર્યાના આઠ મહિનામાં કોરોનાના કેસોમાં લગાતાર વૃધ્ધિ થઈ છે જેમાં સપ્ટેમ્બર માસમાં સૌથી વધુ 578 દર્દીઓને સારવાર આપી સાજા કરવામાં આવ્યા હતા.આ મહિનામાં શંકાસ્પદ સહિત 696 દર્દીઓ સારવાર માટે આવ્યા હતા. જે પૈકી 529નો રિપોર્ટ પોઝિટિવ, 129નો નેગિટિવ જ્યારે બાકીના આઠ કેસોમાં કોઈપણ ટેસ્ટ કરવાની આવશ્યકતા જ ઊભી થઈ ન હતી.

માર્ચથી ઓક્ટોબર દરમિયાન આઠ માસમાં કેસોનો વૃધ્ધિદર સતત ઉપર જતો હતો. જ્યારે પ્રવર્તમાન ઓક્ટોબર માસમાં દર્દીઓની સંખ્યામાં શરૂઆતમાં આંશિક ઘટાડો નોંધાયો છે. અને માસના મધ્યાંતરે એ સંખ્યા 235 જેટલી થવા આવી છે. માર્ચમાં 23, એપ્રિલમાં 81, મે માં220, જૂનમાં 209, જુલાઈમાં 289, ઓગષ્ટમાં 409, સપ્ટેમ્બરમાં 696 અને ઓકટોબરમાં અત્યાર સુધી ૨૩૫ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી.દરમિયાન કચ્છમાં કોરોના ટેસ્ટિંગ માટે અદાણી મેડિકલ કોલેજમાં શરૂ થયેલી લેબોરેટરીમાં અત્યાર સુધી 14 હજાર ઉપરાંત દર્દીઓના સ્વેબના નમૂનાઓની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં માર્ચમાં 17, એપ્રિલમાં 550, મે માં 2095, જૂનમાં 2914, જુલાઈમાં 4189, ઓગષ્ટમાં2635, સપ્ટેમ્બરમાં 1293 અને ઓક્ટોબરમાં અત્યાર સુધી 500 જેટલા કેસોનો સમાવેશ થાય છે.
કચ્છમાં કોરોનાના 15 દર્દી ઉમેરાયા, સામે 25 સાજા થઈ ગયા

ભુજ : કચ્છમાં શનિવારે કોરોના વધુ 15 દર્દી ઉમેરાયા છે. પરંતુ, સામે 25 દર્દી સાજા પણ થઈ ગયા છે. શહેરોના 9 પોઝિટિવ કેસમાંથી અંજારના 4, ભુજના 2, ગાંધીધામ, માંડવી, રાપરનો 1-1 દર્દી છે. ગામડાના 6 પોઝિટિવ કેસમાંથી અબડાસામાં 1 અને ભુજ તાલુકાના 5 દર્દી છે. આમ, કુલ 15 પોઝિટિવમાં ભુજ શહેર અને તાલુકાના જ 7 કેસ છે. મતલબ ભુજમાં કોરોનાએ ધામા નાખ્યા છે. જોકે, 25 સાજા થયા છે એમાંથી 12 દર્દી ભુજ તાલુકાના છે. બાકી અંજારના 4, ગાંધીધામના 5, માંડવી, મુન્દ્રાના 2-2 કેસ છે.

294 સારવાર હેઠળ
જિલ્લામાં અત્યાર સુધી કુલ 2529 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી કુલ 2116 સાજા થઈ ગયા છે. બાકી રહેતા 413માંથી 294 હજુ સારવાર હેઠળ છે. તંત્રએ 70ના મોત બતાવ્યા છે અને 49 દર્દીની સ્થિતિ છુપાવી છે, જેથી કુલ 119ને પરોક્ષ સમર્થન આપ્યું છે.

ભુજ, ભચાઉ તાલુકામાં વધુ 6 વિસ્તારો પ્રતિબંધિત
કોરોના મહામારીના પગલે ભુજ, ભચાઉ તાલુકામાં વધુ 6 વિસ્તારો પ્રતિબંધિત કરાયા છે. તા.28 સુધી ભુજમાં આઇયાનગરમાં ફલેટ નં.1 (રોનિકાબેન રાજનભાઇ ચૌહાણ) નું ઘર, નીચે નવીનભાઇ છેડાનું ઘર, એરપોર્ટ રોડ પર ક્રિષ્ના રેસીડેન્સીમાં ઘર નં.૨ (નિધિ અનિલ સુદ)નું ઘર, આઈયાનગરમાં ઘર નં.243/બી (અપૂર્વ રમેશચંદ્ર ભટૃ) નું ઘર, તાલુકાના માનકુવા જુનાવાસમાં કિચનકિંગ વાળી શેરીમાં વિનોદ પરબત ભુડિયાના ઘરથી ધનજી હરજી વરસાણીના ઘર સુધી 6 ઘર, માધાપર વર્ધમાનનગરમાં ઘર નં.એસબી/44 (હેમંત ભવાનભાઇ) ના ઘરથી અરવિંદકુમાર નોખારીયાના ઘર સુધી 5 મકાન, તા.26 સુધી ભચાઉ તાલુકાના સામખિયાળીમાં ગેલેનટ મેટલ કંપની સ્ટાફ કોલોની વિસ્તારમાં કુમારસ્વામી પરમેશ્વર ટી.પી.ના ઘરથી પ્રશાંત શ્યામસુદર જલાનનના ઘર સુધીના વિસ્તારને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો