ભાસ્કર અગ્રેસર:રેલવે તંત્રની દબાણ હટાવ ઝુંબેશ પર બ્રેક લાગી, હાઇકોર્ટે સ્ટે આપ્યો

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાત દિવસમાં બાંધકામ સ્વેચ્છાઓ દુર કરવા સૂચના આપી હતી

શહેરના આત્મારામ સર્કલ નજીક રેલવે તંત્રની 32 અેકર જમીનમાંથી કુલ 25 અેકર જમીન પર કેટલાક વર્ષોથી લોકો કબજો જમાવી બેઠા છે. રેલવે તંત્રઅે નોટીસ આપતા રહેવાસીઅો કોર્ટનું શરણુ લીધું હતું. રેલવે તંત્રની દબાણ હટાવ ઝુંબેશ પર બ્રેક લાગે તેવી શક્યતાઅો દિવ્ય ભાસ્કર દ્વારા સેવાઇ હતી. અંતે હાઇકોર્ટે યથાસ્થિતિમાં બાંધકામ રાખવા માટે સ્ટે અાપ્યો હતો.

આત્મારામ સર્કલ નજીક ખાનગી માલિકીની જમીન પર થયેલા બાંધકામ તેમજ શ્રીસરકાર થયેલી જમીનો પરના બાંધકામોને રેલવે તંત્રઅે નોટીસ અાપી હતી. રહેવાસી હુશેન જુણેજા અને ઇબ્રાહીમ જુણેજાઅે હાઇકોર્ટનું શરણું લીધું હતું. ધારાશાસ્ત્રી અમન સમા મારફતે અેસ. પી. મજમુદાર હાઇકોર્ટમાં રીટ દાખલ કરી હતી જેની અોનલાઇન સુનાવણી થઇ હતી. રેલવે તંત્રઅે 7-1-2022ના ઘર પર નોટીસ ચોંટાડી બાંધકામ દુર કરવા સૂચના આપી હતી.

અમુક બાંધકામો સર્વે નંબર 870 પૈકીની માધાપર હાઇવેની જમીન પર કરાયેલા છે. રહેવાસીઅોને સાંભળવાનો સમય અાપ્યા વગર બાંધકામ હટાવી દેવા સૂચના અાપી હોવાથી નારાજગી વ્યકત કરાઇ હતી. તા.20-1-2022 સુધીનું રેલવે તંત્રઅે સમય અાપ્યો હતો. પક્ષકારોની મિલકત સંદર્ભમાં યથાસ્થિતિ જાળવા માટે નિર્દેષ કરવાનો હુકમ વૈભવી પી. નાણાવટીઅે જાહેર કર્યો હતો. નોંધનીય છે કે, થોડા દિવસ પૂર્વે જ 15 હજાર સ્કવેર મીટર જમીન પરથી 50 જેટલા કાચા-પાકા દબાણ દુર કરાયા હતા. ચાલુ સપ્તાહે ફરી દબાણકારોને નોટીસ પાઠવવાનું શરૂ કરાયું છે. રેલવેની 32 અેકર જમીનમાંથી 25 અેકર જમીન પર દબાણ થયેલું છે, જેમાં 2000થી વધુ કાચા-પાકા મકાન અને દુકાન તેમજ ઝુંપડાઅો બનાવી દેવાયા છે.

અન્ય સમાચારો પણ છે...