વિવાદ:ફ્લેટમાં પરિણીતા સાથે રંગ રેલીયા મનાવતો વિધર્મી પકડાતાં હોબાળો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પતિ-અન્યોએ માર માર્યો, આબરૂ ન જાય તે માટે મામલો દબાવાયો

ભુજના ન્યુમીન્ટ રોડ અને મહાદેવ નાકા વચ્ચે આવેલા એક એપાર્ટમેન્ટમાં પરિણીત મહિલા સાથે રંગ રેલીયા મનાવતાં વિધર્મી યુવકને લોકોએ રંગે હાથે પકડી પાડીને સારો એવો મેથી પાક ચખાડ્યો હતો. પરંતુ ઇજ્જત આબરૂની બીકે મામલો દબાવી દેવામાં આવ્યો હતો. ઘટનાને પગલે આ વિસ્તારમાં ભારે તર્કવિતર્ક વહેતા થયા છે.માહિતગાર સુત્રો મારફતે મળતી વિગતો મુજબ ગણેશ ચતુર્થીના એક દિવસ પહેલા ઘટના બહાર આવી હતી. ન્યુમીન્ટ રોડ પર એક દુકાનમાં કામ કરતા વિધર્મી યુવકની નજીકના એપાર્ટમેન્ટમાં રહેતી પરિણીત મહિલા સાથે પ્રેમ સબંધ થઇ ગયો હતો. અને બન્ને જણાઓ ચોરી છુપી એપાર્ટમેન્ટમાં મળતાં હતા.

દરમિયાન પરિણીતાનો પતિ ઘરે ન હોઇ આ યુવક પરિણિત મહિલાના ઘરે પહોંચી ગયો હતો. એપાર્ટમેન્ટમાં અને આસપાસના લોકોને આ વાતની ગંઘ આવી જતાં મહિલા અને તેના પ્રેમીને રંગ રેલીયા મનાવતા રંગે હાથે ઝડપી લીધા હતા. પકડાયેલી પરિણીતાના પતિને બોલાવી લોકોએ વિધર્મી શખ્સને માર માર્યો હતો.

આ શરમજનક ઘટનાને લઇ એપાર્ટમેન્ટ અને આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા. બાદમાં યુવક જે દુકાનમાં કામ કરતો હતો ત્યાં લઇ જવાયો હતો. મહિલાના પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરવાનું ટાળીને મામલો દબાવી દીધો હતો. દુકાનના માલિકે તાત્કાલિક યુવકને નોકરી પરથી છુટ્ટો કરી દીધો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે હાલ એ યુવક અંજાર ખાતે નોકરી કરતો હોવાનું બહાર આવ્યું છે.

અગાઉ પણ અહીંથી પ્રેમી પંખીડા ઝડપાયા હતા
અગાઉ આ જ વિસ્તારના એક એપાર્ટમેન્ટમાંથી પત્નિએ પતિ અને તેની પ્રેમિકાને રંગે હાથે પકડ્યા હતા. અને પતિ અને તેની પ્રેમિકા બન્નેને પત્નીના પરિવારજનોએ સહિતનાઓએ જાહેરમાં માર માર્યો હતો. બાદમાં મામલો પોલીસ સુધી પણ પહોંચ્યો હતો. ત્યારે આ વિસ્તારમાં ફરી બીજો બનાવ સામે આવતાં લોકોમાં ભારે તર્કવિતર્ક વહેતા થયા છે. પોલીસ ફરિયાદ ન થઇ હોવાથી અહીં પકડાયેલા શખ્સનું નામ અને જ્યાં એ નોકરી કરતો હતો તે
દુકાનનું નામ જાહેર કરાયું નથી.

અન્ય સમાચારો પણ છે...