તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:ગરમી કેડો નથી મૂકતી : 39.7 ડિગ્રી સાથે કંડલા રાજ્યમાં દ્વિતીય

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભુજમાં સૂર્યનારાયણની વાદળો સાથે સંતાકૂકડી
  • કંડલા (એ) પણ મહત્તમ 39.2 સાથે ગરમ

કાલે શુક્રવારથી જેઠ માસ શરૂ થઇ રહ્યો છે પણ ગરમી કચ્છનો કેડો મૂકતી નથી. બુધવારે રાજ્યમાં 39.8 ડિગ્રી સાથે મોખરે રહેલા ડીસા બાદ કંડલા પોર્ટ પર મહત્તમ પારો 39.7 રહેતાં બીજા ક્રમે ઉષ્ણ મથક બન્યું હતું. તો ચોથા ક્રમના કંડલા એરપોર્ટ ખાતે ઉંચું તાપમાન 39.2 નોંધાતાં ગાંધીધામ અને અંજાર સહિતના વિસ્તારોમાં ગ્રીષ્મની આણ વર્તાઇ હતી.

વાદળોની આવન જાવન વચ્ચે ચોમાસુ દરવાજે દસ્તક મારી રહ્યું છે તેવામાં કંડલા પોર્ટ ખાતે ગરમી ઘટવાનું નામ નથી લઇ રહી. જો કે, દિવસભર દક્ષિણ-પશ્ચિમ દિશાએથી પ્રતિ કલાક સરેરાશ 11 કિલો મીટરની ગતિએ ફૂંકાયેલા પવને રાહત આપવાનું કામ કર્યું હતું. ત્રીજા ક્રમના ગરમ સુરેન્દ્રનગર (39.4) બાદ ચોથા ચોથા સ્થાને રહેલા કંડલા એરપોર્ટને સાંકળતા ગાંધીધામ અને અંજાર વિસ્તારમાં કલાકના 16 કિલો મીટરની ઝડપે વાયરો વાયો હતો.

જિલ્લા મથક ભુજમાં સૂર્ય નારાયણની વાદળો સાથે સંતાકૂકડી વચ્ચે વધુમાં વધુ ઉષ્ણતામાન 37.7 નોંધાયું હતું જેને પગલે રાહત અનુભવાઇ હતી. નલિયા ખાતે મહત્તમ 35.6 રહ્યું હતું. કચ્છભરમાં નીચું તાપમાન સરેરાશ 29 ડિગ્રી નોંધાયું હતું જેને કારણે પરોઢિયે ઠંડક પ્રસરી હતી.

અન્ય સમાચારો પણ છે...