બહાનાબાજી:આરોગ્ય વિભાગે રસી મુકાવવા ફોન કર્યો; લોકોએ કહ્યું, વેક્સિન આપવી હોય તો ઘરે આવીને આપી જાઓ

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

કચ્છ જિલ્લામાં કોરોના વેકસીનેશનની કામગીરી પર આરોગ્ય વિભાગ દ્વારા ભાર મૂકવામાં આવ્યો છે. જોકે સામેપક્ષે લોકો સારો પ્રતિભાવ આપતા નથી. જેથી તંત્રને રસીકરણનો લક્ષ્યાંક સિદ્ધ કરવામાં મુશ્કેલી વેઠવી પડે છે. જે લોકોનો બીજો ડોઝ બાકી છે તેવા લોકોને આરોગ્ય કેન્દ્રોમાંથી સ્ટાફ દ્વારા ફોન કરીને વેકસીન લીધી કે નહીં ? તેની પુચ્છા કરી રસી લેવા માટે સમજણ આપવામાં આવે છે.

જોકે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવતા ફોનમાંલોકો જવાબ આપતી વખતે રીતસર બહાનાબાજી કરી રસપ્રદ બહાના જણાવી રહ્યાં છે.રસીનો ડોઝ મુકાવ્યો કે નહીં તેના સવાલમાં મોટાભાગના લોકો સામે કહે છે કે, હું વેક્સિન ન લઉં તો તમને શું વાંધો છે, વેક્સિન લેવા માટે જબરદસ્તી થોડી હોય.

તો ઘણા લોકો કહે છે કે, બંને ડોઝ લઇ લીધા છે, પરંતુ ઓનલાઇન સર્ટિફિકેટ જનરેટ થતું નથી તો વળી અમુક લોકો ફોન ઉપાડીને સામે ધમકાવે પણ છે. જેમ કે અત્યારે કેમ ફોન કરો છો,રસી લેવી કે ન લેવી મારી મરજી છે આમ, લોકો વેક્સિનને લઇને એટલા પ્રશ્નો પૂછે છે કે તંત્ર પાસે તેના જવાબ પણ નથી હોતા. ઘણા લોકો વારંવાર ફોન કરવા છતાં પણ ઉપાડતા જ નથી. ઘણા લોકો કહે છે કે, પહેલો ડોઝ લઇને અમે ઉપકાર કર્યો હવે બીજો ડોઝ નથી લેવો જો સમજાવવામાં આવે તો ઘરે આવીને બીજો ડોઝ આપી જાઓ તેવું કહેવામાં આવે છે.

વેકસીન ન લેવા મુદ્દે લોકોના રસપ્રદ બહાના

  • તમારો ફોન આવ્યો તો હવે લઈ લેશું
  • કોરોના કયા છે પછી મુકાવશું
  • લગ્નમાં જવાનું છે
  • નોકરીમાંથી રજા મળતી નથી
  • ઘરે આવીને આપી જાઓ
  • રસી લેવા ક્યાં જવું તે ખબર નથી
  • ડોઝ લઇ લીધો છો,સર્ટિફિકેટ નથી આવ્યું
  • એક- બે દિવસમાં લઇ લઇશું
  • બહુ લાંબી લાઇનો હોય છે
અન્ય સમાચારો પણ છે...