તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાએ આઉટ સોર્સ એજન્સી સાથે કરાર કર્યો નથી

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈ.પી.એફ.ઓ. રાજકોટ કચેરીએ જમા કરાવેલી રકમના આધારો પણ નથી
  • આંતરિક અન્વેષણ શાખાએ સી.ડી.એચ.ઓ.ને પ્રાથમિક વાંધાની પૂર્તતા માંગી

જિલ્લા પંચાયતની અાંતરિક અન્વેષણ શાખાઅે મુખ્ય જિલ્લા અારોગ્ય અધિકારીને 28મી અોગસ્ટે અાઉટ સોર્સ અેજન્સી બિલોના ચુકવણા બાબતે પત્ર લખણી જણાવ્યું છે કે, અાઉટ સોર્સ અેજન્સી સાથે કોઈ કરાર કરવામાં અાવ્યો નથી. અેટલું જ નહીં પણ અાઉટ સોર્સ કર્મચારીઅોની થયેલી કપાત ઈ.પી.અેફ.અો. રાજકોટ કચેરીઅે જમા કરાઈ છે કે નહીં અેના અાધારો પણ નથી, જેથી પૂર્તતા કર્યા બાદ બિલો પ્રિ-અોડિટ માટે મોકલવા.

અાંતરિક અન્વેષણ અધિકારીઅે સી.ડી.અેચ.અો.નું અંગત ધ્યાન દોરતા વધુમાં જણાવ્યું છે કે, વર્ષ 2018/19ના અોડિટ માટે જિલ્લા સહાયક નિરીક્ષક દ્વારા અપાયેલા પ્રાથમિક વાંધા મુજબ અધૂરાશો જણાઈ અાવે છે. જે પૂર્તતા કર્યા બાદ બિલો પ્રિ-અોડિટ માટે મોકલવા અને સત્વરે પ્રાથમિક વાંધાનો જિલ્લા સહાયક નિરીક્ષકને પૂર્તતા સાથે જવાબ અાપવો. પ્રાથમિક વાંધામાં જણાવ્યા મુજબ 2014ની 1લી ડિસેમ્બરથી અાઉટ સોર્સ કર્મચારીઅોની સેવા લેવામાં અાવે છે.

તેમ છતાં અાઉટ સોર્સ અેજન્સી સાથે કોઈ કરાર કરવામાં અાવ્યો નથી. સિક્યુરિટી ડિપોઝિટ લેવામાં અાવી નથી. જરૂરી રકમના સ્ટેમ્પ પેપર પર કરાર કરાયો નથી. ખુટતી સ્ટેમ્પ ડ્યૂટીની રકમ ભરપાઈ કરવાની રહેશે.

અધૂરાશો છતાં કરાર લંબાવવા મંજુરી માંગી
જિલ્લા વિકાસ અધિકારી પાસે 2021ની 30મી સપ્ટેમ્બર સુધી અવધિ લંબાવવાની મંજુરી લેવામાં અાવી છે, જેથી 30મી સપ્ટેમ્બર બાદ ચાલુ અેજન્સીની જગ્યાઅે બીજી કોઈ અેજન્સી નક્કી થાય તો અેજન્સી પાસે કરવાની થતી વસુલાત મેળવવા મુશ્કેલી ન રહે તે માટે તાત્કાલિક વસુલાત કરવી અથવા તેટલી રકમ અનામત તરીકે તેના બિલમાંથી કપાત કરી લેવી. તેવી સૂચના પણ અપાઈ છે.

જી.અેસ.ટી.ની રકમ દર્શાવાઈ નથી
મે. અેમ. જે. સોલંકી અને ડી. જી. નાકરાણીના બિલોમાં જી.અેસ.ટી.ની રકમ જ દર્શાવવામાં અાવતી નથી, જેથી તેમના દ્વારા સરકારમાં તે રકમ જમા થાય છે કે કેમ તે પણ પ્રશ્ન છે. અેવી શંકા બતાવી તેની ખરાઈ કરવા પણ સૂચના અપાઈ છે. અે ઉપરાંત સ્થાનિક સંસ્થામાં વ્યવસાય વેરો જમા કરાવ્યાના અાધારો સામેલ રાખવા પણ કહેવાયું છે.

હંગામી કર્મચારી કાયમીને દબાવે છે
સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ સી.ડી.અેચ.અો.ને પી.અે. રાખવાની જોગવાઈ નથી. અેટલું જ નહીં પણ ફિક્સ વેતનનો હંગામી કર્મચારી કાયમી કર્મચારીઅોને દબાવતો હોય છે. વાણી વર્તનથી ત્રાસદાયક સ્થિતિ પેદા કરી પોતાના ઈરાદા પાર પાડતો હોય છે, જેથી કાયમી કર્મચારીઅોમાં અસંતોષની લાગણી પેદા થઈ છે.

અન્ય સમાચારો પણ છે...