તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhuj
 • The Head Of The Economics Department Of The University Got Membership In UNEC, Selection Of Members In Six Countries By The United Nations

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિમણૂક:યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના વડાને UNECમાં સભ્યપદ મળ્યું, યુનાઇટેડ નેશનની સંસ્થા દ્વારા છ દેશોમાં સભ્યોની પસંદગી

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભારતમાં કચ્છ યુનિ.ના પ્રાધ્યાપકની સંરક્ષણ કમિટીમાં નિમણૂંક

આંતરરાષ્ટ્રીય સ્તરે યુનાઇટેડ નેશન ઇકોનોમી એન્ડ સોશિયલ કાઉન્સિલ દ્વારા છ દેશોમાં સભ્યોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં ભારતમાં કચ્છ યુનિવર્સિટીના અર્થ શાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડો. કલ્પના સતીજાને સંરક્ષણ કમિટિના પદે નિયુકત કરાયા છે.

કે. એસ. કે. વી. કચ્છ યુનીવર્સીટીના અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડો કલ્પના સતીજાને યુનાઇટેડ નેશન ઇકોનોમી એન્ડ સોશિયલ કાઉન્સિલ ( UNESC ) દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે જાતિય સમાનતા , સ્ત્રી તથા બાળકોના સરંક્ષણ કમિટીના સભ્ય તરીકે નિમણુક કરવામાં આવી છે. પાકિસ્તાન , ફિલિપાઈન્સ , અલ્જેરિયા , આફ્રિકા , બ્રાઝિલ દેશમાંથી સભ્યોની નિમણુક કરવામાં આવેલ છે, ત્યારે ડૉ કલ્પના સતીજાની નિમણુક થતા ભારત દેશ અને કચ્છ માટે માટે ગૌરવની વાત છે.

હાલમાં તેમણે UNESCની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ માં “ વુમેન કમિટમેન્ટ ઇન ચેલેન્જીંગ ઇનઇક્વાલિટીઝ “ પર વ્યક્તવ્ય આપ્યું હતું. જાતિય સમાનતા તથા સ્ત્રીઓ અને બાળકો ના સરંક્ષણ ડો. સતીજાનું પસંદગીનું સંશોધન ક્ષેત્ર હોવાથી તેમણે ઘણાં સંશોધન પત્રો લખેલ છે. ઉપરાંત ઓ CELI (38 દેશો) ના ભારત દેશના અધ્યક્ષ તરીકે કાર્યરત છે. સ્ત્રીઓના સશક્તિકરણ માટે તથા સામાજિક સેવાઓના અનુસંધાને તેમને UNESC આ પદવી મળતા તેમણે કચ્છ યુનીવર્સીટી તથા ભારત દેશ અને કચ્છનું નામ રોશન કરેલ છે. તેઓ યુનાઈટેડ નેશન સાથે ઘણાં વર્ષો થી કામ કરી રહ્યા છે ત્યારે UNESC ના કમિટીના સભ્ય તરીકે નિમણુક થતા એમની સિદ્ધિમાં એક પગલું આગળ વધ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો