વ્યવસ્થા:લાલ ટેકરીના ત્રિભેટે વર્ષોથી બંધ પડેલું હાંડલા પરબ પુન: શરૂ કરાશે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નગરપતિઅે શાખાના વડા પાસે તમામ વિગતો મંગાવી

ભુજ શહેરના લાલ ટેકરી વિસ્તારમાં દાયકાઅો પહેલા નગરપાલિકા સંચાલિત હાંડલા પરબ હતી, જેમાં રાહદારીઅોને પીવાનું પાણી મફત અાપવામાં અાવતું હતું. પરંતુ, ભૂકંપ પછી નગરપાલિકાઅે પૂરતી કાળજી લેવાનું મૂકી દીધું હતું, જેથી નામ પૂરતી ચાલુ હતી. જે છેલ્લા પાંચેક વર્ષથી તો બિલકુલ બંધ થઈ ગઈ છે. જેને પુન: શરૂ કરવા નગરપતિઅે ગતિવિધિ શરૂ કરી છે. ચારેક દાયકા પહેલા ભુજ શહેર કોટ અંદરના વિસ્તારમાં ધમધમતું હતું. લાલ ટેકરી વિસ્તારમાં હોસ્પિટલો બનવા લાગી હતી, જેથી દર્દીઅો અને દર્દીઅોના પરિવારજનોની અાવજાવ વધતી જતી.

જેમને પીવાના પાણીની સુવિધા પૂરી પાડવા નગરપાલિકા સંચાલિત સાર્વજનિક હાંડલા પરબ શરૂ કરાઈ હતી. જે દુકાને દુકાને પાણીના પાઉચ મળતા થયા અેટલે અને નગરપાલિકાઅે કાળજી લેવાનું બંધ કર્યું અેટલે પણ બિનકાર્યક્ષમ થઈ ગઈ હતી. છેવટે નગરપાલિકાની મહિલા કર્મચારી નિવૃત્ત થયા બાદ તો નગરપાલિકા પણ ભૂલી ગઈ કે સુધરાઈ સંચાલિત હાંડલા પરબ પણ છે. જે નગરપતિ ઘનશ્યામ અાર. ઠક્કરના ધ્યાનમાં અાવતા તેમણે પુન: શરૂ કરવાના ઈરાદાથી સંબંધિત શાખાના વડાઅો પાસે વિગતો મંગાવી પણ કોઈ પાસે વિશેષ વિગતો જ ન હતી ! જોકે, સંસ્થાને સંચાલન સોંપી પુન: કાર્યરત કરવાની દિશામાં કાર્યવાહી શરૂ કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...